અંબાજી કોવીડ હોસ્પિટલને મદદ કરતું મારબલ એશોસિયેશન

ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોના નો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કોરોના ની સારવાર તમામ લોકો ને ઝડપી મળી રહે તે માટે જવાબદાર તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ના સૌથી પછાત એવા દાંતા તાલુકામા પણ કોરોના કેસ પણ ઝડપથી વધતા દાંતા ના આયોજન અધિકારી અને અધિક કલેક્ટર એવા એ ડી ચૌહાણ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે ,આધ્યશકિત હોસ્પિટલ ( કોટેજ હોસ્પિટલ) અંબાજી ખાતે કોરોનાની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે પુરુષ વોર્ડ , સ્ત્રી અલગ વોર્ડ અને કોરોનાની સામાન્ય અસરથી પીડિત દર્દીઓ માટે અલગ વોર્ડ એમ કુલ ત્રણ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ દર્દીઓ માટે ડો. શોભાબહેન ખંડેલવાલ, ડો. રાજ સારસ્વત સાથે ડો. શર્માજી તાલુકા હેલ્થ ઓફિસર અને ડો. જય પ્રજાપતિ ખડેપગે સારવાર કરી રહ્યા છે.
આ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સાધનો અને મર્યાદિત સ્રોત વચ્ચે લોક ભાગીદારી પણ અનિવાર્ય બની છે. તેવા સંજોગોમાં અંબાજી માર્બલ ક્વોરી એસોસીએશન અને ફેક્ટરી એસોસિયેશનના પ્રમુખ દીપકભાઇ પટેલ અને પ્રકાશભાઇ ભાટી સાથે મુલાકાત કરીને હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ અંગે પરામર્શ કરીને ઉમદા સહયોગ પ્રાપ્ત થયો છે જેમા સૌ પ્રથમ એસોસિયેશન તરફથી એમ્બ્યુલન્સ વાન અને ઓક્સિજન સિલિન્ડર પાલનપુરથી ભરાવવા માટે પીકઅપ વાનની વ્યવસ્થા અગાઉ કરી ચુક્યા છે.
માર્બલ એશોસિયેશનની સુંદર કામગીરી
જયારે જયારે અંબાજી ધામ ને તકલીફ પડે કે મુસીબત આવે ત્યારે અંબાજી માર્બલ એશોસિયેશન હર હંમેશ મદદ કરવા તત્પર હોય છે ત્યારે આજે એસોસિયેશન તરફથી 20 ઓક્સિજન સિલિન્ડર અને સેનેટાઇઝેશન પંપ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત1.90 લાખનો હાઈ કેપેસિટી R. O. PLANT આપવા પણ સહમત થયા છે,દર્દીઓના બેડ પાસે રાખવા વોટર જગ પણ આપ્યા છે. તેવી માહિતી એ. ડી. ચૌહાણ આયોજન અધિકારી અને અધિક કલેકટર, દાંતા એ આપેલ છે.
એ ડી ચૌહાણ ની કામગીરી સુંદર
દાંતા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે આવેલા એ ડી ચૌહાણ અત્યાર સુધીના તમામ અધિકારી કરતા અલગ રીતે તરી આવે છે તેમની કામગીરી ખુબજ સારી અને આખા તાલુકાના વિવિધ વિસ્તારો સાથેની માહિતી ધરાવે છે તેમને કરેલી કામગીરીને આજે પણ લોકો યાદ કરે છે ,કોરોના સમય ની કામગીરી તેમની ખુબજ સુંદર અને લોકો ને ન્યાય અપાવનારી છે ,આવા અધિકારીને રાજ્ય સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે ,અંબાજી ખાતે સિવિલ હોસ્પિટલ માં કોરોના વિભાગ શરુ કરવાથી લઈને અત્યાર સુધીના તેમના કામો લોકોને યાદ કરી રહ્યા છે.