કડીમાં એક જ દિવસમાં 4 જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા

- ગામડાઓમાં ખેતરોમાં શોર્ટસર્કિટ થી આગ લાગયાનું અનુમાન
- રંગપુરડા, અણખોલ, રણછોડપુર અને સુજાતપુરા રીડ પર આગ લાગી
- સુજાતપુરા રોડ પર વીજ DPમાં શોર્ટસર્કિટ થી આગ લાગયાનું અનુમાન
- કડી ફાયર ફાઇટર ટીમે તમામ જગ્યાએ પહોંચી આગ પર કાબુ મેળવ્યો
- 4 જગ્યાએ આગ લાગવાના બનાવમાં ઘાસચારો અને પુળા બળી જતા નુક્ષાન
જિલ્લામાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં કડી તાલુકામાં એક જ દિવસમાં ચાર જગ્યાએ આગ ભભૂકી ઉઠી હોવાના કોલ કડી અગ્નિશામક દળને મળ્યા હતા જેને લઈ કડી તાલુકાના રંગપુરડા , અણખોલ , અને રણછોડપુરા ગામે ખેતરોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જ્યાં કડી નગરપાલિકાની ફાયર ટીમે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં વધુ એક આગ લાગવાની ઘટના કડી સુજાતપુરા રોડ પર સામે આવ્યો હતો.
જેમાં વિજDP પર શોર્ટસર્કિટ થતા નીચે પડેલા પુળાના આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી જે બનાવની જાણ થતાં ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તો ફાયર ઓફિસર કડીના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં ચાર જગ્યાએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા જ્યાં મેસેજ મળતા જ ફાયર ટીમે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવી લીધા હતા તો ખેતરોમાં પણ આગ લાગવા પાછળ શોર્ટસર્કિટનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે