કડીમાં શનિવારથી સ્વૈચ્છિક 7 દિવસનું લોકડાઉન

- કડી વેપારી એસોસિએશન તથા કડીના આગેવાનોની કડી નગરપાલિકા ખાતે બેઠક મળી હતી
- કડી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
- જરુરી ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગાર કડી શહેરમાં બંધ રહેશે
- કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે તો લેવાયો નિર્ણય
- તા.1/5/21 થી તા.7/5/21 સુધી કડીમાં સ્વૈચ્છિક લોક ડાઉન
- કડી નગરપાલિકામાં મીટીંગમાં લેવાયો નિર્ણય
- કડી વેપારી એસોસિયેશન દ્વારા નિર્ણય
કડી નગરપાલિકામાં બુધવારે સાંજે એસોસિએશનની મિટિંગ મળેલ હતી ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં મિટિંગ મળેલ હતી તેમાં કડીના વેપારીઓ તથા કડી નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને કડી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે કોરોના પોઝિટિવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને કડીની બધી જ પ્રાઈવેટ હોસ્પિટલોના બેડ હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે ત્યારે બુધવારે સાંજે કડીની નગરપાલીકા ખાતે વેપારી અસોસિએશન તથા આગેવાનોની મિટિંગ મળેલ હતી.
નગરપાલિકા ખાતે મળેલ મીટિંગની અંદર સર્વાનુમતે સ્વયંભૂ કડી 7 દિવસ માટે બંધ રહેશે તેમજ 7 દિવસ માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ની દુકાનો જ ખુલવા માં આવશે જેથી તા.1 એપ્રિલ થી 7 મે સુધી સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રહેશે. બેઠકમાં નગરપાલીકા ચીફ ઓફીસર નરેશભાઈ પટેલ,નગરપાલીકા કડીના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા વેપારી એસોસિયેશનના હોદ્દેદારો તથા કડીના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.