બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Spread the love

રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તમામ પ્રકારના મેળાવડાઓ સદંતર બંધઃ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે તેવું જણાવ્યું હતું.નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૬/૦૪/૨૦૨૧ ના પત્રથી કોરોના સંક્રમણને રોકવા અઘતન સૂચનાઓ આપવામાં આવેલ છે.

રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૧ અને તા.૧૨/૦૪/૨૦૨૧ના સમાનાંકી હુકમથી જરૂરી નિયંત્રણો મુકી આવશ્યક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ભારત સરકારની ઉપર દર્શાવેલ તા.૨૬/૦૪/૨૦૨૧ની સુચનાઓ ધ્યાને લેતા રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા કેટલાંક વિશેષ પગલાંઓ લેવાનો નિર્ણય લીધેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૧ તથા તા.૧૨/૦૪/૨૦૨૧ના સમાન હુકમથી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી સમગ્ર રાજયમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે.

જે અનુસંધાને સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૭/૦૪/૨૦૨૧ હુકમથી તા.૨૮/૦૪/૨૦૨૧થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધી સમગ્ર રાજયમાં અમુક નિયંત્રણો મુકવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે. જે મુજબ બનાસકાંઠા જિલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે. શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ એક્ટની કલમ-૪૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.

(૧) આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. (૨)અંતિમાંક્રિયા, દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. (૩) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડેશે નહી. (૪) તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

(૫) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. (૬) તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. (૭) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. (૮) અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પસી.આર. ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. (૯) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહિતના તમામ કર્મચારી, અધિકારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૨૮/૦૪/૨૦૨૧ થી તા.૦૫/૦૫/૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

FB_IMG_1619615880753.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!