જામનગરમાં અલગ અલગ સ્થળો પર IPLના મેચ પર જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત

- દુબઈના રહેવાસીની સંડોવણી ખુલ્લી
- 2 શખ્સોને ફરાર જાહેર કરવામા આવ્યા
જામનગર શહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા શખ્સોની સંખ્યા વધી ગઈ છે, જેની સામે જામનગર શહેરનું પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ પેરોલ ફર્લો સ્ક્વૉડની ટીમે ગઈકાલે જામનગર શહેરમાં જુદાજુદા ત્રણ સ્થળોએ ક્રિકેટના દરોડા પાડયા હતા અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઈ અન્ય 2ને ફરાર જાહેર કર્યા છે જેમાં એક આરોપી દુબઈનો રહેવાસી હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં જયશ્રી સિનેમાવાળી શેરીમાંથી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા પ્રશાંત પ્રતાપભાઈ ચૌહાણને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી મોબાઇલ ફોન તેમજ ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય કબ્જે કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન તેણે પોતાના મોબાઈલ ફોનમાં જામનગરના રાજેશ ગોહિલ નામના શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી મેળવી હતી અને રાજેશ ગોહિલે તે ક્રિકેટની આઇડી દુબઈમાં રહેતા અને મૂળ જામનગરનાં રવિ નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જાહેર થયું હતું જેથી પોલીસે રાજેશ ગોહિલ તેમજ હાલ દુબઈના રહેવાસી રવિને ફરારી જાહેર કર્યા છે, જ્યારે આ કામગીરી અને તેઓની શોધખોળ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)