સુરત માં કોરોનાની ત્રીજી લહેરથી લડવા નિષ્ણાત ડોકટરો દ્વારા બાળકોને સારવાર આપવાના મુદ્દે સિવિલ ખાતે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી

કોરોનાની બીજી લહેર શહેરમાં હવે શાંત પડી ગઈ છે. તંત્ર અને ડોકટરોની મહામહેનતે હવે કેસો ઓછા આવવાની સાથે રિકવરી રેટ વધવા લાગ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા બાળકોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા બાળકોને સારવાર આપવા અને વેન્ટિલેટર સહિતના સાધનોનો ઉપયોગ કરવા અંગે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત