વડાલી તાલુકામાં મેઘ મહેર થતા ખેડુતોમાં ખુશાલી જોવા મળી

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વાતાવરણ માં પલટો થતા આજે મેઘ મહેરની સારી એવી ધમાકેદાર એન્ટ્રી જોવા મળતા ખેડુતો હરખ ઘેલાં બન્યા હતા અને વાવણી લાયક વરસાદ વરસ્યો હતો અને ખેતરો અને ચેકડેમ માં વરસાદી પાણી ભરાયા હતા વાત કરીયે તો વડાલી તાલુકા ના ચૂલ્લા ગામની અંદર પૂર જેવી પરિસ્થિતિના દ્રશ્યો જોવા મળ્યાં હતા અને ગામની અંદર અવળ જવળ બન થઈ ગઈ હતી અને ગામ ની અંદર જાણે આભ ફાટ્યુ હોય તેમ પાણી પાણી ના દ્રશ્યો જોવા મળ્યાં હતા અને ગામ બે ભાગ માં વેચાય ગયું હતું અને ચૂલ્લા ગામ ના ગ્રામજનો દર ચોમાસુમાં આ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે.
રિપોર્ટ : વસંત પૂરી ગોસ્વામી