ડભોઇ શહેર વેપારી મહાજનના સભ્યો દ્વારા કોવિડ-19નો રસીકરણ કેમ્પ યોજાયો

ડભોઇ શહેર વેપારી મહાજન ના સભ્યો,તથા વેપારીઓ, માટે કોરોનાની રસીકરણ સરકારશ્રી ના મહારસીકરણ અભિયાન અંતર્ગત ટાવર બજાર લાયબ્રેરી ખાતે રસીકરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન ડભોઇ વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા કરવામાં આવ્યું હતું.આવનારી ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકો રસી મુકાવે તે જરૂરી છે. માટે દિવસ ભર દુકાન પર બેસી ધંધો કરતા વેપારીઓ રોજ કેટલાય લોકો ના સંપર્ક માં આવતા હોય છે જે અંગે વેપારીઓ ને સમજણ આપી અને આવનારી ત્રીજી લહેર આવતા સુધી રસી ના બે ડોઝ લઇ પોતાને અને પોતાના પરિવાર ને સુરક્ષિત રાખે તે માટે વેપારીઓ ને સમજાવવા માં આવ્યા હતા.જે બાદ વેપારીઓ એ રસી મુકાવવા માટે જાગૃતતા દાખવી ટાવર ખાતે રસી નોં પ્રથમ ડોઝ લીધો હતો.
રસીકરણ અંતર્ગત રસી લેનાર સરળતાથી રસી લઇ શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.રસી લેવા ઇચ્છુક રસીકરણ કેન્દ્ર પર ફક્ત આધાર કાર્ડ લઇ જઇને રસીનું લાભ લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક નીવડી હતી જે જોતા હવે લોકો જાગૃત બન્યા છે અને ત્રીજી લહેરને પહોંચી વળવા ની તૈયારી ના ભાગરૂપે રસી મુકવી કોરોના સામે ની લડાયી માં સહભાગી થઈ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ડો. બી.જે બ્રહ્મભટ્ટ, શશીકાંતભાઈ પટેલ, ડો.સંદીપ શાહ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)