હળવદના ઈશ્વરનગર ગામે વાડીની ઓરડીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામની રહેવાસી યુવતી વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાન ઈશ્વરનગર ગામે હરજીભાઈ મગનભાઈ કૈલાની વાડી રહેતા અને મંજુરી કામ કરતા પરીવારની યુવતી રમીલાબેન રમેશભાઇ સોલંકી ઉ.૨૨ નામની યુવતી એ વાડીની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.હળવદ પોલીસ એ આપધાત ના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)