પ્રભુ શ્રી રામ બ્રાન્ડે એક વર્ષમાં 100થી વધુ પ્રીમિયમ અગરબત્તી લોન્ચ કરી

પ્રભુ શ્રી રામ બ્રાન્ડે એક વર્ષમાં 100થી વધુ પ્રીમિયમ અગરબત્તી લોન્ચ કરી
Spread the love

તમામ ઉદ્યોગો પર કોરોના મહામારીની વિપરીત અસર જોવા મળી હતી અને લોકડાઉનને કારણે તમામ પ્રકારના વ્યવસાયને અસર થઈ હતી. આવા સમયે એફએમસીજી સેગમેન્ટમાં નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે અને સફળતાપૂર્વક પોતાને વિસ્તારી રહી છે. બ્રાન્ડની સિદ્ધિ એ છે કે તેણે ઓગસ્ટ 2020માં લોન્ચ કરી હતી અને આજે 100થી વધુ સુગંધમાં પ્રીમિયમ ઉત્પાદનોની શ્રેણી ઉપલબ્ધ છે.

પ્રભુ શ્રી રામ બ્રાન્ડની સફળતાથી ઉત્સાહિત તેના સીએમડી અને સ્થાપક પ્રશાંત કુમારે કહ્યું, “અમે પ્રભુ શ્રી રામ અગરબત્તી અને ધૂપની ગુણવત્તા પર વધુ ભાર મૂક્યો છે. ગ્રાહકોને પ્રીમિયમ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કર્યા જેથી તેમને એક શ્રેષ્ઠ ઉત્પાદન પોસાય તેવા ભાવે મળી. બ્રાન્ડની લોકપ્રિયતા નાના શહેરોમાં પણ દેખાઇ રહી છે. અમે આ માંગને પહોંચી વળવા નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ.”

પ્રશાંત કુમારે વધુમાં કહ્યું કે, “અગરબત્તી ઉદ્યોગ કોરોના સમયગાળા દરમિયાન પણ નફાકારક ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યો છે. ધૂપ અને અગરબત્તી ઉદ્યોગ વાર્ષિક 6 ટકાના દરે વિકસી રહ્યો છે. તે જ સમયે, સરકાર દ્વારા દેશી અગરબત્તી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેમાં વપરાતા કાચા માલ અને ઉત્પાદનો પરનાં આયાત ખર્ચને 10 ટકા વધારીને 25 ટકા કરવામાં આવી હતી. સરકારના પ્રયત્નોની સકારાત્મક અસર અહીં પણ જોવા મળી હતી. હાલમાં આ ઉદ્યોગનું કુલ ટર્નઓવર આશરે રૂ. 7500-8000 કરોડ રુપિયા છે. અમે નવા ઉત્પાદનો શરૂ કરીને આ વ્યવસાયમાં અમારો હિસ્સો વધારીશું.”

પ્રભુ શ્રી રામ અગરબત્તીની ગુણવત્તાને દેશના લોકોએ ખૂબ પસંદ કરી. આજે આ બ્રાન્ડનું નેટવર્ક અને ઉપલબ્ધતા દેશભરમાં છે. આ બ્રાન્ડના પ્રીમિયમ ઉત્પાદનો વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે. આસ્થા સાથે સંકળાયેલા આ પ્રોડકટની સાથે આ બ્રાન્ડ એમએફસીજી સેગમેન્ટના જીવનશૈલી શ્રેણીમાં પણ તેના પગલાં સ્થાપિત કરવા માટે પ્રીમિયમ પરફ્યુમ્સ રજૂ કર્યા છે, જેને સારી રીતે પ્રશંસા મળી રહી છે. કંપનીએ તેની આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ઉત્પાદનોના ઉત્પાદનથી આ સેગમેન્ટમાં મજબૂત ઓળખ બનાવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!