“ડભોઇ- દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના દ્વારા કોરોનાવાયરસૅ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ

” ડભોઇ- દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના દ્વારા કોરોનાવાયરસૅ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ”
ડભોઇ ભાજપા યુવા મોરચા દ્વારા ઝારોલાની વાડી ખાતે કોરોનાં કાળ માં ખડે પગે રહી ને પોતાની જાતની કે પરીવારની પરવા કર્યા વગર પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક પૂવૅક બજાવીછે તે
શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોનાવાયરસૅને સન્માનીત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડભોઇ -દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરી તેઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં મેડિકલ, પોલીસ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોના કાળમાં કરેલી કામગીરીને પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવી હતી.
કોરોનાના કાળમાં કેટલાક લોકોએ પોતાના પરિવારના સ્વજનો ગુમાવ્યા છે. અને કેટલાક કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. એ દુઃખની લાગણી પણ ધારાસભ્યે વ્યક્ત કરી હતી. પરંતુ તેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે આપણે તેમની ફરજ ને હર હંમેશ યાદ રાખીને બિરદાવી જોઈએ.
આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, શહેર પ્રમુખ સંદીપ શાહ, મહામંત્રી અમિત સોલંકી,સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ