નંદાસણ પોલીસ સ્ટેશનના કર્મીના પત્નીને જિલ્લા પોલીસવડાએ 25 લાખની સહાય

કોરોનાકાળમાં નંદાસણ પોલીસમથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. સ્વ.ચીમનભારથી રેવાભાઈ નું ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કોરોના થી તેમનું મૃત્યુ નિપજ્યું હતું.સરકાર દ્વારા કોરોના સંક્રમણ દરમ્યાન કોરોના વોરિયર તરીકે કામ કરતા લોકોને 25 લાખની સહાય આપવામાં આવે છે ત્યારે કોરોના વોરિયર તરીકે મૃત્યુ પામેલા સ્વ.ચીમભારથી રેવભાઈના ધર્મપત્નીને જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે ગુજરાત સરકાર તરફથી મંજુર કરવામાં આવેલ રૂ.25લાખની સહાય આપવામાં આવી.