ચલથાણ મા નવનિર્મિત શિવ મંદિર એવમ ૨૫ દેવી દેવતા નો પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ચલથાણ મા  નવનિર્મિત શિવ મંદિર એવમ ૨૫ દેવી દેવતા નો પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
Spread the love

સુરતના ચલથાણ મા ઢીમર પરિવાર દ્વારા નવનિર્મિત શિવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…
સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ના ડામ્ભા ગામના પ્રવિણભાઇ ભીખાભાઈ ઢીમર પરિવાર દ્વારા ચલથાણ વિજયનગર,રામદેવનિવાસ ખાતે નવનિર્મિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.નવનિર્મિત મંદિરમાં શિવ પંચાયત, રાધા કૃષ્ણ, રામ દરબાર, રામદેવપીર,શનિદેવ,શિતળામા,ખટ્ટુ શ્યામ,વરુણ દેવ,ઇન્દ્રને,કુબેરજી સહિત 25 મુતિઁ ઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવેલ,પાચ દિવસ ચાલેલ મહોત્સવ દરમ્યાન એકાવન કન્યાઓ દ્વારા સામૈયા સાથે તમામ મુતિઁ ઓને કલશયાત્રા,નગર ભ્રમણ કરાવવામાં આવેલ તે દરમ્યાન મોટી સંખ્યામાં શિવભકતો ઉપસ્થિત રહેલ,પાચ દિવસ દરમ્યાન દરરોજ રાત્રે સત્સંગ, કથા અનિલ પાંડેય દ્રારા કરાવવામાં આવેલ જેમા પ્રસંગને અનુરુપ દેવી દેવતાની વેશભૂષા હિમતનગર થી ખાસ ઉપસ્થિત રહેલ જયંતિદાદા સુખડિયા અને તેમના ધમઁપત્નિ રાધાબેન દ્વારા વિવિધ વેશભૂષા કરાવવામાં આવેલ તેમજ કળશયાત્રા અને નગર ભ્રમણ સમયે પણ વિવિધ વેશભૂષા મા બાળકો,યુવાનોને તૈયાર કરવામાં આવેલ તેમજ સમગ્ર વિસ્તાર ધમઁમય બની ગયેલ,તા. 20/8 છેલ્લા દિવસે મુખ્ય મુતિઁઓની પ્રાણ પ્રતિષ્ઠા નવા રણુજાના મહંત રામદાસબાપુ ગુરુ શ્રી નાગજીબાપુ, ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી,મંદિર બંધાવનાર ભીખાભાઈ ઢીમરના પરિવારજનો,તેમના પૌત્ર અનય નિલેશભાઇ, હિયાનકુમાર ધમેઁશભાઇ ઢીમર દ્વારા વિદ્વાન આચાયઁ દ્વારા કરાવવામાં આવેલ,દિપપ્રાગટય, બાળાઓ દ્વારા સ્વાગત ગીત,સંતો મહંતો એ આશિઁવચન પાઠવેલ જેમા અમરોલી સોમનાથ મહંત જયંતિગીરીબાપુ, કામરેજ કાશી વિશ્વનાથ મંદિર મહંત મહેશગીરી,વાકાનેડા કેદારેશ્વર મહંત રાજુગીરીબાપુ,મહેશગીરી સોમનાથ/વિશ્વેશ્વર મહાદેવ મહંત ઉપસ્થિત રહેલ.યજ્ઞ તેમજ સમગ્ર વિધિના મુખ્ય આચાર્ય અનિલ પાંડેય,રવિન્દ્ર પાન્ડેય રહેલ.
સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે રવિન્દ્રભાઇ પુજારી, મહેન્દ્રભાઈ ઢીમર(બારડોલી),,ભીખાભાઈ ઢીમર ચલથાણ,લખમણભાઇ સુરાણી કડોદરા, કૈલાસભાઇ (માબઁલ) ભીલાભાઇ,રીકી,તેમજ યુવક મંડળ ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20210821-WA0086.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!