અછવાડીયા ગામે પાણી નહીં તો વોટ નહીં નો નિર્ણય

સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં પાણી ની સમસ્યાનો ઉકેલ આવવાનું નામ લેતો નથી ત્યારે લોકો રાજકીય આગેવાનો ની કંટાળી ને જાતે જ સંઘર્ષ કરવાનું નક્કી કર્યું છે કોઈ પણ પક્ષ માં મતદાન નાં કરવાનો સરકાર વિરુદ્ધ નો નિર્ણય અછવાડીયા ગામ નાં લોકો એ લીધો છે અછવાડિયા ગામ નો નિર્ણય સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગામો નાં હિત માં છે.બોરવેલ માં અઢળક ખર્ચ કરવામાં આવે છતાં પાણી ની કોઈ ગેરંટી હોતી નથી તેમજ દિવસે ને દિવસે તળ ઉંડા જાય છે જ્યાં આજ રોજ તા 23-8-2021 ના રોજ અછવાડીયા મુકામે શિવમંદિરે ભૂગર્ભ તળ ઊંડા જતા સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ને ધ્યાને રાખી અને નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ કેનાલ ની વચ્ચે આવતા ગામડા ઓ ને બંને કેનાલો 15 થી 20 કિલોમીટર દૂર હોવાથી એકેય કેનાલ નો લાભ મળી શકે તેમ ના હોવાથી નવીન કેનાલ ની માંગણી અને આજુ બાજુ ના ગામડાઓ આ આંદોલન મા જોડાય અને દરેક ગામના લોકો જાગૃત થાય અને સાથ સહકાર આપે અને ગામે ગામ ના ખેડૂતો નહેર ની માંગણી કરે તેવી ચર્ચા વિચારણા કરવા મા આવેલ
પાણી નહીં તો વોટ નહીં આપવાની ચિમકી ઉચ્ચારી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)