રામપુર (વાસણા) ગામની અંદર શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી,

રામપુર (વાસણા) ગામની અંદર શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી,
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના રામપુર (વાસણા) ગામની અંદર શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી,જેમાં શીતળા સાતમ ના દિવસે રાંધણ છઠ ના દિવસે રસોય બનાવી ચૂલો ઠંડો કરી મહિલાઓ દ્વારા ચોખા, ફૂલ,કંકુ દ્વારા પુજા અર્ચના કરવામાં આવે છે, અને સાતમ ના દિવસે સવારે વેહલા ઉઠી ઠંડા પાણી સ્નાન કરી અને શીતળા સાતમ ના દિવસે શીતળા માતાજી ની પુજા અર્ચના કરી ભક્તો દ્વારા માતાજી ના આશીર્વાદ લેવામાં આવે છે, અને આ દિવસે રાંધણ છઠ ના દિવસે બનાવેલ ભોજન કરવામાં આવે છે, અને ગ્રામજનો દ્વારા ગામની શેરીમાં માતાજી ના રથ નું પ્રસ્થાન કરાવવામાં આવે છે,અને દરેક ગ્રામજનો દ્વારા આશીર્વાદ લેવામાં આવે છે,
રિપોર્ટ: કિરણ ખાંટ ( વડાલી)