ડભોઇ માં પટેલવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમ યોજાયો
આજરોજ ડભોઈ પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી નો જનસંવેદના કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી ના દિગ્ગજ નેતા ઇસુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.આજનો આ કાર્યક્રમ કોવિડ 19 ની મહામારી દરમિયાન મૃત્યું પામેલા વ્યક્તિઓ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા હેતુ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમ ની શરૂઆત આમ આદમી પાર્ટી ના નેતા ઈશુંદાનભાઈ ગઢવી તથા આગેવાનો દ્વારા કોવિડ 19 માં મૃત્યુ પામેલા મૃતકો ની તસ્વીર ને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલી આપી કરવામાં આવી હતી.ત્યાર બાદ ડભોઇ તાલુકા ના ગામે ગામ થી આવેલા કાર્યકરો ને સંબોધન કર્યું હતું.ઇસુદાનભાઈ એ સંબોધન કરતા પોતાની આગવી શૈલી માં કોંગ્રેસ તેમજ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.આ પ્રસંગે ડભોઇ આમ આદમી પાર્ટી ના મધ્ય અને દક્ષિણ ગુજરાત ના સંગઠન મંત્રી અર્જુનભાઇ રાઠવા ,ડભોઇ આમ આદમી પાર્ટી ના સદસ્યો અરવિંદભાઈ વસાવા,છાયાબેન પાઠક,બાલકૃષ્ણભાઈ પટેલ,ઐયુબભાઈ મન્સૂરી,રમીજ ફ્રૂટવાલા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.