ડભોઇ નગરમાં કોરોના બાદ ડેંગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધતા વહીવટી તંત્ર ચિંતિત

“ડભોઇ નગરમાં કોરોના બાદ ડેંગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધતા વહીવટી તંત્ર ચિંતિત”
તાજેતરના દિવસોમાં ડભોઇ નગરમાં રક્ષાબંધન , સાતમ-આઠમ જેવા તહેવરોની લોકો દ્વારા મન ભરીને ઉજવણી કરવામાં આવી હતી.હાલમાં કોરોનાની બીમારી સંપૂર્ણપણે કાબૂમાં રહી છે જે એક સારી બાબત છે.
પરંતુ તહેવારોના આ દિવસો દરમિયાન લોકોએ આરોગેલા બીનઆરોગ્યપ્રદ આહારો થી અને ભેજવાળા વાતાવરણ તેમજ ડભોઇ નગરમાં ફેલાયેલા ગંદકીના માહોલથી અન્ય ચેપી રોગચાળો બેકાબૂ બન્યા છે. જેમાં મેલેરીયા, ડેંન્ગયુ, ઝાડાઉલ્ટી, શરદી-તાવના કેસો છેલ્લા બે સપ્તાહમાં સતત વધારો થતો જોવા મળ્યા છે. હાલમાં ડભોઇ નગરમાં ડેન્ગ્યુના ૧૧ કેસ નોંધાયા છે. જેની સાથે સાથે ચિકનગુનિયા, મેલેરિયાના કેસો માં પણ વધારો થતો જોવા મળ્યો છે. જેથી નગરજનોની માંગ છે કે ડભોઇ નગર પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રામાંથી જાગે અને નગરમાં ઠેર ઠેર રહેલા ગંદકીના ઢગલાઓ તાત્કાલિક ધોરણે દૂર થાય, તેમજ સમગ્ર નગરમાં ફોગીંગની વ્યવસ્થા કરવામાં આવે,ડી.ડી.ટી પાઉડરનો છંટાવ કરવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ લારી ગલ્લા ઉપરનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેમજ બીનઆરોગ્યપ્રદ ખોરાક અને મટીરીયલને તાત્કાલિક ધોરણે જપ્ત કરી તેનો નાશ કરવામાં આવે. તેમજ દોષિત જણાય તેવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે .જેથી લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં અને આ ચેપી રોગોનો ફેલાવો થતો અટકી જાય.
તેમજ ડભોઇ નગરના કેટલાક વિસ્તારો જે ગંદકીથી ખદબદી ઉઠ્યા તે તેમજ, કેટલાક વિસ્તારોમાં તો ગટરના પાણી વહેતા પણ જોવા મળ્યા છે. તંત્ર તાત્કાલિક ધોરણે ડ્રેનેજની કમ્પ્લેઇનોનું સત્વરે નિરાકરણ કરી નાખવું જોઈએ. નગરજનોએ પણ સ્વછતા બાબતે પૂરતો સાથ-સહકાર આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બિમારી હજુ ગઈ નથી, અન્ય રોગચાળો વધ્યો છે. ત્યારે નગરજનોએ પણ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
(1) ડેંગ્યુ-ચિકનગુનિયાથી બચવા ઘરમાં મચ્છર ન રહે તેનું ધ્યાન રાખવું.
(2) અજાણ્યા લોકો વચ્ચે જાઓ ત્યારે માસ્ક અચૂક પહેરવું.
(3) ફરવા કે શોખ ખાતર ભીડમાં જવું એવઆ ઋતુમાં આરોગ્ય માટે જોખમી છે.
(4) રોગના લક્ષણો જાણી તપાસ સવેળુ કરાવવી જોઇએ, આરોગ્ય કેન્દ્રમાં દરેક રોગની નિ:શૂલ્ક સારવાર અપાય છે જેથી તેમાં ઢીલ ન કરવી.
(5) તાજો, હળવો-સુપાચ્ય ખોરાક લેવો. ઉકાળેલું અને ચોખ્ખુ પાણી જ પીવું. ઠંડાપીણાનો ઉપયોગ ઘટાડવો
(6) કોરોના રસીના બન્ને ડોઝ અચૂક લઈ લેવા જોઈએ.