જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઘોડીપાસાથી જુગાર રમતા ત્રણ ઝડપાયા પાંચ પલાયન થયા

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪માં ગઈકાલે રાત્રે જાહેરમાં ઘોડીપાસાથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને પાંચ નાસી ગયા હતા. રૂા. ૧૭,૨૬૦ની રોકડ કબ્જે કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં આવેલા કામડીયાવાસ નજીક ગઈકાલે રાત્રે કેટલાક ઉર્ફે જુવાનસિંહ, પ્રભુભાઈ શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી ‘એ’ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો.
ત્યાંથી વસંતભાઈ બચુભાઈ દામા, સુરેશભાઈ ગંગારામ જોષી, વિમલભાઈ વાલજીભાઈ અમલ નામના ત્રણ શખ્સ ઘોડીના પાસા ફેંકી પૈસાની હારજીત કરતાં ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને હમીરસિંહ ઉર્ફે જુવાનસિંહ, પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, ભરતભાઈ હરસુખભાઈ ચૌહાણ, રામબા ઉર્ફે રામુબા જાડેજા, રાજુ સવજીભાઈ ચૌહાણ નામના પાંચ વ્યક્તિ નાસી ગયા હતા.
પોલીસે તમામ આઠ સામે જુગારધારાની કલમ ૧૨ હૅઠળ ગુન્હો નોંધી ઘોડીપાસા તેમજ રૂા. ૧૭,૨૬૦ રોકડા કબ્જે કર્યા છે.
આ સમગ્ર જુગારની કામગીરી સિટી એ ડિવિઝન દિગ્વિજય પ્લોટ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ, આઇ.આઈ.નોઈડા , જીતેન્દ્રસિંહ જાડેજા , કલ્પેશ અઘારા , શૈલેષ ગઢવી , જીતેન્દ્રમકવાણા , દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ : કપિલ મેઠવાણી , જામનગર.