ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા અને સમર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ના સાત દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ ના આયોજન અનુસંધાને ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા ના નેજા હેઠળ સેવા અને સમર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે અંતર્ગત આજરોજ ડભોઇ નગર ના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ના સલ્મ વિસ્તાર ના કુપોષિત તેમજ લોહી ની ઉણપ થી પીડિત વ્યક્તિઓ માટે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા આયર્ન ની સીરપ તેમજ મલ્ટી વિટામિન ની ગોળીઓ વિતરણ કરવામાં આવી હતી.જે પ્રસંગે ઘણા જરૂરિયાતમંદો એ આ સીરપ તેમજ ગોળીઓ લઇ કાર્યક્રમ નો લાભ લીધો હતો.આ પ્રસંગે ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો. સંદીપ શાહ, સાથે ડો. મહેન્દ્ર પટેલ અમિત સોલંકી, વંદન પંડ્યા, સતીષ સોલંકી, પારુલબેન સોલંકી, હિના બેન ભટ્ટ છાયા બેન ગુપ્તા, પ્રેમલ પટેલ હાજર રહ્યા હતા અને જરૂરિયાત મંદો ને દવા તેમજ સીરપ નું વિતરણ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ)