ડભોઇ ખાતે મહિલા યુવા મોરચા ના નેજા હેઠળ સેવા સમર્પણ માં પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

*ડભોઇ નગર નંદ આંગણવાડી ખાતે મહિલા યુવા મોરચા ના નેજા હેઠળ સેવા સમર્પણ માં પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો*
ડભોઇ માં નંદ ઘર આંગણવાડી ખાતે મહિલા યુવા મોરચા ના નેજા હેઠળ સેવા સમર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ યાદગાર રહે તેમજ સેવા કાર્યો ને બિરદાવવા માટે મહિલા મોરચા દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસને યાદગાર બનાવવાના હેતુથી સાત દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા યુવા મોરચા ના નેજા હેઠળ સેવા સમર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે અંતર્ગત ડભોઇ નગર નંદ આંગણવાડી માં પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલ કર્યો જેમકે જનધન યોજના, ઉજ્જ્વલા યોજના,વિધવાસહાય યોજના,માં કાર્ડ યોજના જેવા ઘણા કાર્યો નારેન્દ્રમોદી ના કાર્યકાળ દરમિયાન થયા છે અને તમામ વર્ગ ના લોકો ને આ યોજના ઓ ના લાભ મળ્યા છે તે બદલ નરેન્દ્ર મોદી ના કાર્ય ને બિરદાવવા તેઓને પોસ્ટ કાર્ડ લખી કુરિયર કરવામાં આવ્યા હતા.પ્રસંગે ડભોઇ મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિ બેન,મંત્રી હીનાબેન ભટ્ટ,જિલ્લા મહામંત્રી છાયાબેન,ડભોઇ નગર મહામંત્રી વંદન પંડ્યા,સહિત વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર ઉપસ્થિત રહી પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા
.રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ