શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.શ્રી પ્રભુદાસભાઈ માણેકલાલ કોઠારીની સ્મૃતિ માં ૪૨૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો

ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.શ્રી પ્રભુદાસભાઈ માણેકલાલ કોઠારીની સ્મૃતિ માં ૪૨૨-અ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી સોનલબહેન હિમાંશુભાઈ પટવારીના સૌજન્ય થી તા.૨૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૨૭ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૨-બ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી હસમુખભાઈ દામોદરદાસ સરવૈયા તથા શ્રીમતી સુધાબહેન હસમુખભાઈ સરવૈયાનાં સહયોગથી યોજાએલ. આ બંને શિબિરોના ૧૨૭ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે શ્રી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલય માં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૨૬ દર્દી તથા તેમના ૧૫ સગા-સબંધીઓ ને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણોની સેવા કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવન ના સ્વયં સેવક શ્રી નવીનભાઈ પટ્ટણી શ્રી યોગેન્દ્રભાઈ શાહ તથા હેમાલિબહેન ભટ્ટ એ સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા