આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરો દ્વારા લાંબા સમયથી પડતર માગણીઓને લઈને ડભોઇ કલેકટરને આવેદનપત્ર

ડભોઇ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરો દ્વારા લાંબા સમયથી પડતર માગણીઓને લઈને ડભોઇ કલેકટરને આવેદનપત્ર
ડભોઇ સરદાર બાગ ખાતે તાલુકા ની આશાવર્કરો અને હેલ્થ વર્કર્સ યુનિયન ની બહેનો મોટી સંખ્યા માં ભેગા થઈ પોતાની પડતર માંગણીઓ ને ગુજરાત સરકાર સુધી પહોંચાડવાના હેતુથી ડભોઇ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન ની બહેનો દ્વારા આજેરોજ આવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત માં આરોગ્ય સેવા તળે સમગ્ર ગુજરાત માં સક્રિય રીતે સેવા આપતી 40 હજાર થી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો ની વેદના તથા પ્રશ્નો આવેદન પત્ર માં રજૂ કરી વહેલી તકે નિરાકરણ લાવવા રજુઆત કરી હતી.તેઓની રજુઆત મુજબ છેલ્લા બે વર્ષ થી કોવિડ ની અત્યંત જોખમ વાળી કામગીરી સતત રજા ઓ માં પણ કરી છે.વેકસીનેશન,ટેસ્ટિંગ,સર્વે સહિત ની કામગીરી સવારે 9 થી મોડી સાંજ સુધી બજાવી છે.પરંતુ માર્ચ 2020 પછી સરકારે જાહેર કરેલ આશા ના માસિક 1000 અને ફેસીલીએટર ના 500 કોવિડ કામગીરી ના સમગ્ર ગુજરાત માં ચૂકવાયેલ નથી.જ્યારે વડોદરા જિલ્લા માંથી 15 માસ થી અને ભાવનગર જિલ્લા માં 11 માસ થી ચુકવણું કરેલ નથી.કોવિડ જેવી ગંભીર પરિસ્થિતિ માં કામગીરી કરવા બદલ બહેનો નું કોરોના વોરિયર તરીકે સન્માન કરવા ને બદલે તેઓને તેમની કામગીરી નું વળતર સુદ્ધા મળ્યું નથી જેથી તમામ આશા અને હેલ્થ વર્કર્સ બહેનો ના સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી હતી.આ સાથે જ બીજા 14 જેટલા અન્ય પ્રશ્નો છે જેનુ આવેદન પત્ર માં ઉલ્લેખ કરી આજરોજ તમામ આશા તેમજ હેલ્થ વર્કર બહેનો એ સરદાર બાગ ખાતે ભેગા થઈ ત્યાં થી જિલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારી તથા સીટી મામલતદાર ને આવેદન આપી તેઓની માંગણી નું વહેલી નિરાકરણ લાવે તેવી રજુઆત કરી હતી.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા