ડભોઇ નજીક મોટા હબીપુરા પાસે ઈકો ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલટી મારીઘટના સ્થળે 1 વ્યક્તી નુ મોત

*ડભોઇ નજીક મોટા હબીપુરા પાસે ઈકો ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલટી મારીઘટના સ્થળે 1 વ્યક્તી નુ મોત*
ડભોઇ નજીક થરવાસા મોટા હબીપુરાની વચ્ચે એક ઈકો ગાડી GJ16- 0628 માં ચારથી પાંચ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જે દરમિયાન ઇકો ગાડી નું ડાબી બાજુનું પાછળનું ટાયર અચાનક ફાટી જતા. આ ગાડી ખાડામાં ખાબકી હતી.ગાડીમાં સવાર સાહેદ બશીરભાઈ સિકંદર ભાઈ ખત્રી ઉંમર વર્ષ ૪૪ હાલ રહે.ભરૂચ ધોબી તળાવ. જેઓનું ધટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે વર્ષના બાળક મહંમદ હુસનૈન ને મોઢા ના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજા અન્ય પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. સમગ્ર ઘટના બનતાની સાથે જ ઈકો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સરકાર દ્વારા ઘણા સ્થળો પર સ્લોગન લગાવવામાં આવે છે કે ” ઝડપની મજા મોતની સજા” પરંતુ એ સ્લોગનને લોકો વાંચીને જ પૂર્ણ કરી દે છે .તેનું પાલન ક્યાં થતું નથી અને જેનો ભોગ નિર્દોષ વ્યક્તિને જ બનવું પડે છે. આ બનાવ અંગે મુમતાજ બેન હિદાયતુલ્લા ઇસ્માઈલભાઇ ખત્રીએ મૂળ રહે. છીપવાડ બજાર મસ્જિદ ની બાજુમાં ડભોઇનાઓએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઘટનસ્થળેથી મરણ પામનાર બશીરભાઈ સિકંદર ભાઈ ખત્રીની ડેડ બોડી ને પી.એમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ