જામનગર ના જોડિયા ગામ પાસે થી પીસ્તોલ સાથે દબોચતી એલ.સી.બી પોલીસ

જામનગરના જાંબુડાના પાટિયા પાસેથી એક શખ્સને પિસ્તોલ સાથે LCBએ ઝડપી લીધો હતો. આ શખ્સને જામનગરના જ એક શખ્સે હથિયાર સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ હથિયાર દ્વારા કોઈ ગુનો આચાર્યો છે કે કેમ અને સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.
રૂપિયા 25 હજારની કિંમતની એક દેશી પિસ્તોલ મળી આવી
જામનગર નજીક જાંબુડા ગામના પાટિયા પાસેથી એલસીબી પોલીસે સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા અને યશપાલસિંહ જાડેજા ને ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે 12 વાગ્યે વોચ ગોઠવી સલીમ હમીદભાઇ વહેવારીયા મેમણ નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની તલાસી લેતા તેના કબ્જા માંથી રૂપિયા 25 હજારની કિંમતની એક દેશી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ ઉપરાંત આરોપી પાસેથી બે જીવંત કાર્ટીસ પણ મળી આવ્યાં હતા.
પોલીસે આ શખ્સની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ હથીયાર સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી નામના શખ્સે સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ શખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર દ્વારા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતનો તાગ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરુ કરી છે.