જામનગર માં ટુ-વ્હીલર માટેની સીરીઝ GJ-10-DK ના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

જામનગર માં ટુ-વ્હીલર માટેની સીરીઝ GJ-10-DK ના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન
Spread the love

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર માટેની નવી જીજે-10-ડીકે સીરીઝના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો 01-10-2021 થી12-10-2021 તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો 13-10-2021 થી 15-10-2021ના બપોરના 11.59 કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા.15-10-2021ના બપોરના 12.00 કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમwww.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન ઈગઅ ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-5 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

PicsArt_09-29-08.35.37.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!