પુત્ર પ્રાપ્તી માટે પ્રસાદ પરવાનામા કોઇ કેફી પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

પુત્ર પ્રાપ્તી માટે પ્રસાદ પરવાનામા કોઇ કેફી પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.
સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે આવેલ કબીર આશ્રમમા સંત ગુરુ સાહેબ દ્વારા ફરીયાદી બહેનને પુત્ર પ્રાપ્તી માટે પ્રસાદ પરવાનામા કોઇ કેફી પદાર્થ ખવડાવી ફરીયાદીને અર્ધ બેભાન અવસ્થામા કરી ફરીયાદી સાથે તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને સત્વરે ઝડપી પાડવા તથા તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી શ્રી ના.પો.અધિ. શ્રી કે.જે. ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.બી. દેસાઇનાઓએ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૫૩૨૧૦૬૪૩/૨૦૨૧ IPC કલમ-૩૭૬,૩૨૮ મુજબના ગુન્હાના કામના આરોપીને પકડી પાડવા માટે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ના પોલીસ સ્ટાફની ટીમ બનાવી આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગુન્હો બન્યાના ગણતરીનાં કલાકોમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપીને સુરત ખાતેથી ઝડપી લેવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ
અમરસંગભાઇ ખોડાભાઇ પરમાર ઉર્ફે અમરદાસ સાહેબ રહે.દાધીયા કબીર આશ્રમ તા.સાવરકુંડલા મુળ રહે. પ્લોટ નં.૯૯૮/બી ઇંદ્રપ્રસ્થ નગરી, કાળીયાબીડ, ભાવનગર જી.ભાવનગર.
ગુન્હાની વિગતઃ
આ કામના ફરીયાદી તેમના સાસુ સાથે ગઇ તા-૧૮/૦૭/૨૦૨૧ ના રોજ દાઘીયા ગામે આવેલ આરોપીના કબીરઆશ્રમે આવેલ અને ફરીયાદી આશ્રમના સંત ગુરુ અમરદાસ સાહેબ જેનુ પુરુ નામ અમરસંગભાઇ ખોડાભાઇ પરમાર હાલ રહે.દાઘીયા કબીર આશ્રમ તા-સાવરકુંડલા મુળ રહે.પ્લોટ નંબર- ૯૯૮/બી ઇન્દ્રપ્રસ્થનગરી કાળીયાબીડ ભાવનગર જી. ભાવનગર વાળાને પોતાના ગુરૂ માનતા હોય જેથી તેઓની પાસે પુત્રની પ્રાપ્તી માટે ગુરૂપુર્ણીમા ના દિવસે કપુર નુ પાન, ડ્રાયફુટ અને પુજા માં મુકેલ ફળ નો પરવાનો લેવા માટે આરોપી અમરદાસ સાહેબે ફરીયાદીને તા-૧૯/૦૭/૨૦૨૧ ના રાત્રીના સવા બારેક વાગ્યે આશ્રમના કંપાઉન્ડમા આવેલ ઝાડ પાસે એકલી બોલાવી પરવાનો આપવાના બહાને સફરજન માં કોઇ કેફી પદાર્થ ખવડાવી ફરીયાદીને અર્ધબેભાન અવસ્થા માં કરી ફરીયાદી સાથે તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા ગુન્હો રજી. કરવામાં આવેલ.
આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી. નિર્લિપ્ત રાય સાહેબ અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી ના.પો.અધિ. શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.બી.દેસાઇ તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ ઘનશ્યામસિંહ રાઠોડ તથા પો.કોન્સ ધર્મરાજસિંહ હરીસીંહ તથા પો.કોન્સ કુલદીપસિંહ પ્રવીણસિંહ તથા લોકરક્ષક શીવરાજભાઇ બાલુભાઇ દ્વારા કરવામાં આવેલ છે.