જમનગર માં 1લી ઓક્ટોમ્બર થી સકરારી કાર્યશીલ સ્થળો આ કોરોનો વેક્સિંગ સર્ટિફિકેટ નહિ તો પ્રવેશ નહિ ની નિયમ થયો જાહેર

જમનગર માં 1લી ઓક્ટોમ્બર થી સકરારી કાર્યશીલ સ્થળો આ કોરોનો વેક્સિંગ સર્ટિફિકેટ નહિ તો પ્રવેશ નહિ ની નિયમ થયો જાહેર
Spread the love

જામનગરમાં 1 ઓકટોબરથી સ્પોર્ટસ કોમ્પલેકસ, લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ, સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ, આધાર-મા કાર્ડ કેન્દ્ર, બગીચા મનપામાં કોવીડ રસીના પ્રમાણપત્ર વગર પ્રવેશ મળશે નહીં. રસીકરણની પાત્રતા ધરાવતા 18 વર્ષથી વધુ વયના લોકોએ પ્રથમ કે બીજો ડોઝ લીધો નહીં હોય તો પ્રવેશ અપાશે નહીં તેમ મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડીઅે જણાવ્યું છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં શહેરના નાગરિકોને કુલ 6,38,993 ડોઝ આપવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ ડોઝ 4,20,183 અને બીજો ડોઝ 2,18, 810 લોકોને આપવામાં આવ્યો છે. આમ છતાં હજુ ઘણાં લોકો રસીકરણમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. આ સ્થિતિમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પલેકસ, લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ, સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ, આધાર-મા કાર્ડ કેન્દ્ર, શહેરમાં આવેલા બગીચા અને મનપાની તમામ ઇમારતમાં 1 ઓકટોબરથી પ્રવેશ પહેલા કોવીડી વેકસીનેશનનું પ્રમાણપત્ર ફરજીયાત બતાવવાનું રહેશે.

આથી કોવીડ વેકસીનેશનની લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉમરના લોકો કે જેઓએ પ્રથમ ડોઝ લીધો ન હોય અને બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોવા છતાં બીજો ડોઝ લીધો ન હોય તેવા વ્યકિતઓને ઉપરોકત સ્થળોએ 1 ઓકટોબરથી પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાર્ડ અથવા સોફટકોપી બતાવવાની રહેશે
શહેરમાં 1 ઓકટોબરથી સ્પોર્ટસ કોમ્પલેકસ, લાખોટા મ્યુઝીયમ, રણમલ તળાવ, સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ, આધાર-મા કાર્ડ કેન્દ્ર, બગીચા અને મનપાની ઇમારતોમાં પ્રવેશ માટે લોકોએ કોવીડ રસીના પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. શહેરીજનોએ પ્રમાણપત્રની હાર્ડ અથવા સોફટકોપી બતાવવાની રહેશે.> વિજયકુમાર ખરાડી, મ્યુનિસિપલ કમિશનર, જામનગર.

PicsArt_09-29-09.09.21.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!