સુરત માં આઝાદીનાં અમૃત મહોત્સવની પાલિકામાં ઉજવણીમાં વિવાદ

સુરત મહાનગરપાલિકાએ 55 વર્ષ પુરા કરીને 56માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે પાલિકા ખાતે ઉજવાવમા આવેલા કાર્યક્રમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને પાલિકાના પદાધિકારીઓ જ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિ.ના ટ્રસ્ટી એવા કોર્પોરેટરોની બાદબાકી થતાં કોર્પોરેટોરમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. અન્ય કાર્યક્રમમાં હોય ત્યારે કોર્પોરેટરોને જવાબદારી સોંપાવમાં આવે છે પરંતુ ઉજવણી વખતે કોર્પોરેટરોને દુર રખાતા કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છેસુરત મ્યુનિ.ની સ્થાપના થયાંના 55 વર્ષ પુરા થયાં બાદ 56માં વર્ષમાં પ્રવેશ થયો છે આ સાથે જ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પાલિકા કચેરી ખાતે રંગોળી કરવા સાથેપાલિકાનાંપદાધિકારીઓ અને વિવિધ સમિતિના અધ્યક્ષોએ ખાસ કાર્યક્રમ કર્યો હતો. પાલિકાના ગેટ પર 56વર્ષનીઉજવણીના સિમ્બોલ સાથે ફુગ્ગા હવામાં ખુલ્લા મુક્યા હતા.પાલકાનાં પદાધિકારીઓનો સ્મેક સેન્ટરમાં એક પ્રેઝન્ટેશન પણ રાખવામા આવ્યુ હતું. આજે દિવસ દરમિયાન સ્મેક સેન્ટરમાં જુદા જુદા ગ્રુપનું પ્રેઝન્ટેશન કરાવમા આવ્યું હતું.આજે પાલિકાએ 55 વર્ષ પુરા કરીને 56માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તમામ કોર્પોરેટરો જે ટ્રસ્ટી છે તે ઉજવણી કરવા માટે થનગની રહ્યાં હતા. પંરતુ પાલિકાએ આ કાર્યક્રમ માટે પદાધિકારી અને વિવિધ સમિતિના અધ્યક્ષોને જ આમંત્રણ આપ્યું તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં અને ફોટો સેશન પણ કર્યું હતું. પદાધિકારીઓ અને વિવિધ સમિતિના અધ્યક્ષો દ્વારા કરાવમાં આવેલી ઉજળણી સોશ્યલ મિડિયામાં વાઈરલ થયાં બાદ ભાજપના કોર્પોરેટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરો આક્રોશ પુર્ણ કહી રહ્યાં છે કે જ્યારે વોર્ડમાં કાર્યક્રમ હોય ત્યારે લોકો ભેગા કરવાના હોય કે લોકો વચ્ચે જવાનું હોય ત્યારે પક્ષ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ જ્યારે પાલિકામાં આવા કાર્યક્રમ હોય ત્યારે માત્ર પદાધિકારીઓ અને અધ્યક્ષોને જ હાજર રાખવામા આવે છે આ પ્રથા યોગ્ય નથી. તેઓ પણ પાલિકાના ટ્રસ્ટી છે તેથી પાલિકાની ઉજળણીમાં તેઓનો હક્ક સરખો છે તેથી હવે પછી કોર્પોરેટરોની બાદબાકી ન કરવામાં આવે તેવું થવું જોઈએ.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત