સુરતીઓ નવરાત્રિની ઉજવણી કરવા તૈયાર

સુરત સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે નવરાત્રીની ઉજવણી માટે લોકો થનગની રહ્યાં છે. પંદરેક દિવસથી સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો છે પરંતુ ગુજરાતમાં જે કેસ આવે છે તેના ૨૦ટકા કેસ માત્ર સુરતમાં જ આવી રહ્યાં છે. આ કેસમાં પણ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવતીકાલથી નવરાત્રી શરૃ થઈ રહી છે ત્યારે વેક્સીન ન આપી શકાય તેવા બાળકો ભેગા થાય અને સંક્રમણનો શિકાર બને તેવી શક્યતા હોવાથી બાળકોને નવરાત્રીથી દુર રહેવા અપીલ કરાઇ છે.હાલ સુરતની કેટલીક સ્કુલોમાં કોરોનાના કેસ મળતાં સ્કુલો બંધ કરાવામાં આવી રહી છે. જે સોસાયટીના બાળકો પોઝીટીવ આવ્યા છે તે સોસાયટીને પાલિકાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને નવરાત્રી ન થવા દેવા માટે સુચના આપી દીધી છે. આવતીકાલથી નવરાત્રી શરૃ થાય છે ત્યારે વેક્સીન ન લીધી હોય તેવા 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં બાળકો માટે મુશ્કેલી થઈ શકે છે. બીજી તરફ સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનનો અમલ કાગળ પરથી બહાર આવે તો મોટો વિવાદ થઈ શકે તેમ હોવાથી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.બીજી તરફ આવતીકાલથી શરૃ થતી નવરાત્રીની ઉજવણી કરવા માટે સુરતીઓ ઉત્સાહમાં આવી રહ્યાં છે. ઘણાં લોકો કોરોનાની ગંભીરતા સમજી રહ્યાં છે તેવી કેટલીક સોસાયટીવાળાઓએ તો પોતાની ગાઈડ લાઈન પહેલાં જ જાહેર કરી દીધી છે અને વેક્સીન તથા માસ્ક ફરજ્યાત કરી દીધું છે. આવતીકાલથી નવરાત્રી શરૃ થતી હોય માતાજીના મંદિરો શણગારવામાં આવ્યા છે અને મંદિરોમાં પણ કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે આયોજન થઈરહ્યું
રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત