ડભોઇ માં સરકારી ગાઈડલાઈન મુજબ ઠેર ઠેર શેરી ગરબા નું આયોજન

માં શક્તિ નો આરાધના નો પર્વ નવરાત્રી શરૂ થઈ ગયી છે.દર વર્ષ ની જેમ આ વર્ષે કોવિડ મહામારી ને ધ્યાન માં રાખી અને સરકાર ની ગાઈડલાઈન નું પાલન કરતા ડભોઇ નગર માં મોટા ગરબા નું આયોજન કરવામાં આવ્યું નથી.પરંતુ સરકાર દ્વારા ગાઈડલાઈન મુજબ શેરી ગરબા માટે છૂટ આપવામાં આવતા ગરબા રસિકો માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. શેરી ગરબા ની વર્ષો જૂની પ્રથા એક વાર ફરી જોવા મળતા યુવાનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઠેર ઠેર શેરીઓ માં ગરબા રસિકો દ્વારા ડેકોરેશન કરી સ્પીકર પર ગરબા વગાડી નવરાત્રી ની ઉજવણી કરી રહ્યા છે.જે ભાગરૂપે ડભોઇ માં અંબિકાનગર સોસાયટી ના રહીશો દ્વારા શેરી ગરબા નું સુંદર આયોજન કરતા સોસાયટી માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સોસાયટી ના નાના મોટા સૌ કોઈ એ નવરાત્રી ના પહેલા જ દિવસ થી ગરબા રમી તહેવાર ની મજા માણવા ની શરૂઆત કરી હતી. આ પ્રસંગે અંબિકાનગર સોસાયટી ના રહીશ અને સામાજિક કાર્યકર તેમજ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનો ને નવરાત્રી ની શુભકામના આપી અને સરકાર ના આદેશ નું પાલન કરી શેરી ગરબા ઉજવવા અપીલ કરી હતી.