અજવાળે..જીવતર : દીવો કે’વાય !

અજવાળે..જીવતર : દીવો કે’વાય
~~~~~~~~~~~~~~~~
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
*************************
ચાલુ..એટલે ચાલવું ! કહેવાય..
ન એને ચલણમાં “ચાલૂ” કે’વાય.
આબરૂ માથે હાથ,રાખે જે..કોઈ
ન એને કદી..હાથ નાંખે કે’વાય.
ચારિત્ર્ય બધે ન જોવા મળે દોસ્ત,
ચરિતરને કદી ન ચારિત્ર્ય કે’વાય.
કડવું લાગશે પણ દવા હશે એ..
દરેક કડવા ને કદી ઝેર ન કે’વાય.
દરેક રોગના અલગ,ઔષધ હોય છે,
તો..મુલાકાત ને શું દવા ન કે’વાય ?!
દીવાઓમાં બળે છે કંઈ કેટલાય હ્રદય..
દરેક ધૂમ્રશેરોને ઈશની શેરીઓ ન કે’વાય.
અજવાળે જીવતર એ જ દીવો કે’વાય,
તો..શું હ્રદયને પ્રેમનુ સરનામું ન કે’વાય ?!
દુવાઓમાં જ વસવાટ સારો છે ‘શિલ્પી’,
દરેક ગમતાં દિલને,આપણું ઘર ન કે’વાય.
======================
|| •• આભાર. •• ||