સુરતની બિલ્ડિંગમાં ખેલૈયાઓ તપેલી હેલ્મેટ અને તપેલી પહેરી અનોખા ગરબા રમે છે

સુરતની બિલ્ડિંગમાં ખેલૈયાઓ તપેલી હેલ્મેટ અને તપેલી પહેરી અનોખા ગરબા રમે છે
Spread the love

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. શેરી ગરબામાં 400 લોકોની મર્યાદામાં ગરબાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબાને મંજૂરી મળી હોવાના કારણે ઠેર-ઠેર જગ્યા પર સોસાયટી અને હાઈરાઈઝમાં ગરબાના આયોજનો થઇ રહ્યા છે. ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં અનોખી રીતે ગરબાની ઉજવણી કરવામાં આવી રહી છે.સોસાયટીની મહિલાઓ માથા પર તપેલી અને પુરુષો હેલમેટ પહેરીને ગરબા રમી રહ્યા છે. આ પ્રકારના ગરબા રમવા પાછળ સ્થાનિક લોકોનો હેતુ બિલ્ડરનો વિરોધ કરવાનો છે. આ બિલ્ડીંગમાં લગાવવામાં આવેલા એલિવેશન કાચ સતત તૂટતા રહે છે એટલા માટે બિલ્ડરનો વિરોધ કરવા માટે લોકોએ આ પ્રકારે ગરબા કર્યા હતા.રિપોર્ટ અનુસાર સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સેઈબ્રેશન હોમ્સ નામની હાઈરાઈઝમાં લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ રહ્યા છે. બિલ્ડરની બેદકારીના કારણે ફ્લેટ ધારકો ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. બિલ્ડર દ્વારા બિલ્ડીંગના એલીવેશનમાં જે કાંચ લગાવવામાં આવ્યા છે એ પોતાની મેળે જ નીચે પડી રહ્યા છે. તેથી ફ્લેટ ધારકોએ આ બાબતે બિલ્ડરને અવાર નવાર રજૂઆત કરી હતી. બિલ્ડરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. એલીવેશનના કાંચ તૂટી રહ્યા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોએ પરેશાન થઇને ચેતવણી આપતા બેનરો પણ હાઈરાઈઝમાં લગાવી દીધા છે.આ ઘટનાને લઇને ફ્લેટ ધારક ભરત બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમને 42 એમેનીટી આપવાની વાત કરવામાં આવી હતી. પણ તેમાંથી કઈ આપવામાં આવ્યું નથી. અમે બિલ્ડરની પાસે સમસ્યા લઈને જઈએ છીએ તો પણ અમારી રજૂઆતનો નિવેડો આવતો નથી. તેથી અમે બિલ્ડરનો વિરોધ કરવા માટે અનોખી રીતે ગરબા કરીએ છીએ જેમાં મહિલા માથા પર તપેલી પહેરે છે અને પુરુષો હેલમેટ પહેરીને ગરબા કરે છે. ફ્લેટ ધારકોને પડતી મુશ્કેલી બાબતે બિલ્ડર વિકાસ વિઠાણી કઈ બોલવા માટે તૈયાર નથી. તો લોકોનું કહેવું છે કે, જ્યારથી તેઓ ફ્લેટમાં રહેવા માટે ગયા છે ત્યારથી જ એલીવેશનમાં લગાવવામાં આવેલા કાંચ આપ મેળે જ તૂટી રહ્યા છે.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20211012_100920-1.jpg IMG_20211012_100933-0.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!