ઓખામંડળની સગીરાના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઇ

જામનગર : ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક પરિવારની પોણા અઢાર વર્ષની પુત્રી ગુમ થઈ ગયા પછી તેણીનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડી પાસે રહેતા એક પરિવારની સત્તર વર્ષ અને દસ મહિનાની ઉંમરવાળી પુત્રી ગઈ તારીખ આઠની સવારે ગુમ થઈ ગઈ હતી. આ સગીરાની પરિવારજનોએ શોધખળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા તેણીનું કોઈ શખ્સે અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી ૩૬૩ હેઠળ નોંધ કરી તપાસ હાથ ધરી છે.