સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે નવરાત્રિ પર્વ નિમિત્તે જામનગર શહેરની પંદર હજાર બાળાઓને લ્હાણી વિતરણ

સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે નવરાત્રિ પર્વ નિમિત્તે જામનગર શહેરની પંદર હજાર બાળાઓને લ્હાણી વિતરણ
Spread the love

જામનગર શહેર જિલ્લામાં સેવાકાર્યોમાં સતત કાર્યરત અને ખાસ કરીને મહિલા-બાળ ઉત્કર્ષની સેવાકીય પ્રવૃત્તિ કરતાં સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે નવરાત્રિ પર્વ નિમિત્તે જામનગર શહેરના વિવિધ ગરબી મંડળોમાં ગરબે ઘુમતી પંદર હજાર બાળાઓને લ્હાણી વિતરણ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શેતલબેન શેઠના હસ્તે તેમજ ટીમ તથા આગેવાનો સાથે કરવામાં આવ્યું હતું.

શેતલબેન શેઠના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઈન્ડિયા વોકલ ફોર લોકલ સંદેશને ધ્યાને લઈને દીકરીઓએ કોરોનાકાળ દરમિયાન બાપાની છત્રછાયા ગુમાવેલ તેઓ દ્વારા બનાવેલી આકર્ષક આઈટમને પસંદ કરી તેનું પંદર હજાર બાળાઓને વિતરણ કરવામાં આવ્યું છે. ફુલ નહી તો ફૂલની પાંખડી સ્વરૃપ આ લ્હાણી વિતરણ મેઈક ઈન ઇન્ડિયા તથા મહિલા સ્વાવલંબીકરણની દિશામાં સંસ્થાનો એક પ્રેરક સંદેશ સાથેનો નમ્ર પ્રયાસ હોવાનું જણાયું હતું.

જામનગરની ગરબીઓમાં માં અંબા સ્વરૃપે રમતી દીકરીઓનો ઉત્સાહ વધારવા અને લ્હાણી વિતરણ કરવા ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ શહેર પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, ભાજપ પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ નંદા જોડાયા હતાં. સંસ્કૃતિ ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠને પ્રેરણા પુરી પાડી.

જામનગર શહેરના વિવિધ વિસ્તારો, શેરી-ચોકમાં ગરબી મંડળો દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં શેતલબેન શેઠ તથા ટીમના કાર્યકર્તાઓએ સ્થાનિક આગેવાનો કોર્પોરેટરો, વડીલોને સાથે રાખીને લ્હાણી વિતરણ કર્યું હતું.

શહેરમાં દરેક ગરબી મંડળોમાં રૃબરૃ જઈને દરેક દીકરીને તથા આયોજકોને અભિનંદ પત્ર અને લ્હાણી વિતરણના કાર્યમાં ભાજપના પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, જે.એમ.સી. પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શશીકાંતભાઈ પૂંજાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા કોર્પોરેટર અમિતાબેન બંધીયા, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણજારીયા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ આલરીયા, યોગેશભાઈ કણજારીયા, પ્રવિણભાઈ કટેશિયા (તાલુકા ભાજપ મહામંત્રી), જામનગર, સતવારા સમાજ મોરકંડાના પ્રમુખ ભનાબાપા, વિસા ઓશવાળ સમાજના પ્રમુખ રિતેશભાઈ ધનાણી, કચ્છી ભાનુશાળી સમાજના પ્રમુખ બાબુભાઈ ભાનુશાળી, લક્ષ્મીદાસભાઈ ભાનુશાળી, મહેન્દ્રભાઈ ભદ્રા અને અન્ય ટ્રસ્ટીઓ, જેન્તીભાઈ ગોરી, જયભાઈ શાહ, હર્ષિલભાઈ શાહ, જશ્મીનભાઈ મહેતા, મુકેશભાઈ મહેતા, જે.ડી. ભાઈ ભાનુશાળી જોડાયા હતાં, સાથે સાથે નિમિષાબેન ત્રિવેદી (એડવોકેટ), હર્ષાબેન પંડ્યા, ચેતનાબેન (પ્રમુખ ડીવાઈન કલબ) ક્રિષ્નાબેન ઠક્કર (તલાટી-મંત્રી, જામનગર), ગોપીબેન લાખાણી, વિશાખાબેન, મોસમીબેન કનખરા, પૂનમબેન જોષી, દિપાલીબેન ડોડીયા, જિનલબેન મારૃ, મમતાબેન મહેતા, ભાવિષાબેન ધોળકિયા, શાંતિલાલભાઈ બારડ, મેહુલભાઈ પંડ્યા, પાર્થભાઈ શુકલ, સાગરભાઈ જગતિયા (ભાજપ- જામનગર શહેર યુવા મોરચા કારોબારી સભ્ય) સચિનભાઈ લાખાણી, આરીફભાઈ ફોટોગ્રાફર વગેરેએ પણ લ્હાણી વિતરણ કાર્યમાં સહકાર આપ્યો.

470525257M_15.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!