જામનગર મનપા કમિશનર વિજય ખરાડીનો ઢોરનો ત્રાસ દૂર કરવા અંગેનો નિર્ણય પ્લાન ફ્લોપ

રાજ્યના ઘણી નગરપાલિકા અને મહાનગરપાલિકાના અમુક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ હોય છે. રખડતા ઢોરને રસ્તા પરથી દૂર કરવા માટે પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓને કામગીરી કરવાની હોય છે. પણ ઘણી વખત એવું હોય છે કે, રોજમદારો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતા પણ લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. ત્યારે આવી જ સમસ્યા જામનગરના લોકોને પડી રહી છે. જામનગરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરો જનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તો રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માતમાં લોકોના મોત થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રખડતા ઢોરના ત્રાસને દૂર કરવામાં માટે 14-8-2021ના રોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જામનગરના પંચેશ્વર ટાવર, શરૂ સેક્શન રોડ, ભીડભંજન રોડ, ટાઉનહોલ સર્કલ, અનુપમ ટોકીઝ, ચાંદીબજાર, ઓશવાલ હોસ્પિટલ, પટેલ કોલોનો શેરી નંબર 9થી 12 એટલે આવા 14 સ્થળો પરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે 19 રોજમદારોની નિમણૂક કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા તમામ રોજમદાર પાછળ એક દીવાનો 6125.60 રૂપિયાનો ખર્ચ કરે છે.
રોજમદારની નિમણૂક કરવામાં આવી હોવા છતાં પણ સત્યનારાયણ મંદિર રોડ, ભીડભંજન રોડ, ટાઉનહોલ સર્કલ, પંચેશ્વર ટાવર, ખંભાળિયા ગેટ, પવન ચક્કી રોડ, ટાળવાની પાળ સહિતના માર્ગો પર દરરોજ રખડતા ઢોરના ટોળા બેસેલા જોવા મળે છે. એટલા મહાનગરપાલિકા રોજમદાર પાછળ પ્રતિદિન 6 હજાર રૂપિયા કરતા વધારે ખર્ચ કરે છે પણ પરિણામ ઝીરો મળી રહ્યું છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે પૈસા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં પણ સ્થાનિક લોકોની સમસ્યા એની એ જ જગ્યા પર છે.
એટલે હવે લોકો પણ માગણી કરી રહ્યા છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોના ત્રાસથી છૂટકારો અપાવવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે. રોજમદારની નિમણૂક બાદ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા જામનગરવાસીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. મહત્ત્વની વાત છે કે, રખડતા ઢોર રસ્તા પર બેસી જતા હોવાના કારણે અડધો રસ્તો બ્લોક થઇ જાય છે. જેથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવવો પડે છે.