સુરતમાં કડોદરા GIDC ની કંપનીમાં આગની ઘટના

સુરતમાં કડોદરા GIDC ની કંપનીમાં આગની ઘટના
Spread the love

સુરત માં કડોદરા GIDCની મિલમાં સવારે આશરે 4.30ની આસપાસ ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં બેઝમેન્ટમાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયરવિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે અનેક કામદારોને નાની મોટી ઇજા થતા તેમને હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યા છે.આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.મળતી માહિતી પ્રમાણે, 2 હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સાથે ફસાયેલા 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, આ ગોઝારી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા 100થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના આવતા પહેલા કેટલાક કામદારો ઉપરથી નીચે પણ કૂદ્યા હતા પરંતુ તેમા કોઇ જાનહાની થઇ નથી.આ ઘટના સવારે 4.30 કલાકની આસપાસ બની હતી. સવા સો જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.

એક વ્યક્તિના મોતની પુષ્ટી થઇ છે પરંતુ આ આગ કાબૂમાં આવે તે બાદ પરિસ્થિતિની વધારે ખબર પડશે. બેઝમેન્ટમાં લાગેલી આગને બૂઝવવા માટે ફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાં કોઇ કામદાર બેભાન અવસ્થામાં છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યુ છે.માહિતી પ્રમાણે GIDCમાં આવેલી કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજીંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. તો ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા. જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)

IMG_20211018_152123-0.jpg IMG_20211018_152135-1.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!