દાહોદ ચોસાલા ગામે આઠ વર્ષીય પુત્ર ને બચાવતા માતા યે જીવ ગુમાવ્યો

મંગળવારના રોજ ધનતેરસના સપરમાં દિવસે બપોરના સમયે ચોસાલા ગામતળ ગામે સર્જાયેલી કરૂણાંતિકામાં નદીમાં ડુબી રહેલા પોતાના દિકરાને બચાવવા નદીમાં કુદી પડેલ માતાએ પોતાના દીકરાને તો બચાવી લીધો પરંતુ નદીમાં આવેલ ધરામાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. દાહોદ તાલુકાના ચોસાલા ગામે ગામતળ ફળીયામાં રહેતા 31 વર્ષીય સુનીલભાઈ તેજાભાઈ કિશોરીની પત્ની 28 વર્ષીય ઈલાબેન કિશોરી ગતરોજ તેમના આઠ વર્ષીય પુત્ર વૈભવને લઈ બપોરે એક વાગ્યાના અરસામાં ગામની કાળી નદી પર કપડા ધોવા ગઈ હતી.
રીપોર્ટ: નિલેશ આર નિનામા