ડભોઇ માં ધારાસભ્ય ના વરદ હસ્તે ૧.૬૦ કરોડના ખર્ચે થનાર માર્ગોના નવીનીકરણના કામોનું અંબાવ ગામે ખાતમુર્હુત

ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ૧.૬૦ કરોડના ખર્ચે થનાર માર્ગોના નવીનીકરણના કામોનું અંબાવ ગામે ખાતમુર્હુત
દર્ભાવતી – ડભોઈ મતવિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ ૧.૬૦ કરોડના ખર્ચે ૫.૭૦ કિ.મી સુધીના વિવિધ રસ્તાઓના રિસર્ફેસીંગ કરવાના કામોનું ખાતમુહૂર્ત ડભોઇ -દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટાના હસ્તે સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના અંબાવ ગામ થી થુવાવી, અંબાવ થી પુડા- હાંસાપૂરાને જોડતા રોડ રિસર્ફેસીંગ કરવા માટેની સ્થાનિક ગ્રામવાસીઓની માંગણી ઘણા લાંબા સમયથી હતી જેને ધ્યાનમાં લઇ પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈએ સરકાર શ્રી માં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી તેના પરિણામે સરકારશ્રીમાંથી આ રસ્તાઓનું નવીનીકરણ કરવા માટે ૧.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જેથી આ ૫.૭૦ કિમી સુધી ના રસ્તાઓનું નવીનીકરણ થવાથી ગ્રામવાસીઓની સુવિધામાં ઉમેરો થશે પરિણામે ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.
રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદહસ્તે આજરોજ કરવામાં આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), ડભોઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશ ચંદ્ર ઠાકોર,ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સ્થાનિક સરપંચશ્રીઓ ડભોઇ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી અને સ્થાનિક ભાજપાના કાર્યકરો હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ