હવે સુરત કુરિયર મારફતે થઈ રહી છે દારૂની હોમ ડીલૈવરી

ટેલરનાં ઘરે એક અજાણ્યું પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ જયારે તેણે ખોલીને જોયું તો તે પણ ચોંકી ઉઠ્યો હતો. આ પાર્સલમાંથી બીજું કંઈ નહિ પણ 1.35 લાખ રૂપિયાની કિંમતનો દારૂ નીકળ્યો હતો. જેને જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે તેઓએ કોઈપણ વસ્તુ માટે ઓર્ડર આપ્યા ન હતા. જેથી તેઓએ પોલીસની હાજરીમાં જ આ કુરિયર પાર્સલ ખલોવાની નિર્ણય કર્યો હતો.મળતી માહિતી પ્રમાણે ખટોદરા વિસ્તારમાં આવેલા ઉમા ભવન પાસે ગાંધીકુટીર રોડઉપરવાસુદેવએપાર્ટમેન્ટમાં રહેતા અશોક દિપચંદ ઝવર પોતે ટેલરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેમના ઘરે ચાર પાર્સલ કુરિયરથી આવ્યાહતા.જોકેઅશોકભાઇએ કોઇપણ વસ્તુ કોઈ ઓનલાઇન કંપની કે કોઈની પાસે મંગાવી ન હોવા છતાં પણ તેમના ઘરે પાર્સલો આવતા તેઓએ રાહ જોયા વગર સીધો જ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે તાત્કાલિક જ અશોકભાઇના ઘરે જઇને તપાસ કરતા ચારેય કુરિયરમાંથી રૂ.. 1.35 લાખની કિંમતનો 90 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પાર્સલમાં એક જગ્યા ઉપર એક્ષપ્રેસ દિલ્હી અને બીજી બાજુમાં દિપચંદ ઝવર કેશરીચંદ ઝવર લખેલું હતું. આ બાબતે પોલીસે કુરિયર મોકલનાર બે અજાણ્યાની સામે ગુનો નોંધીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો.આમ, અહીં ફરી એકવાર એ બાબત સાબિત થાય છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર નામની છે. દારૂનો કારોબાર પોલીસની નાક નીચે જ ગમે તે રીતે પણ થઇ રહ્યો છે. છતાં પોલીસ સુધી આ બાબતની કોઈ ગંધ સુદ્ધાં પહોંચતી નથી. ખેપિયાઓએ દારૂનો કારોબાર કરવા નિતનવા રસ્તાઓ અપનાવી જ લીધા છે. સુરતમાં કુરિયરનાં પાર્સલમાંથી મળેલો દારૂ પણ આ જ વાતની સાબિતી આપે છે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત