રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવાનું પર્વ હજારો મહા પુરુષો ના વિચારો વચ્ચે જવા નો અવસર

વિચારો ના યુદ્ધ માં પુસ્તકો જ શસ્ત્ર છે માનસ સંતુલન માટે પુસ્તક વજન કાંટો છે માનવ સાગર માં પુસ્તક દિવાદાંડી છે સારા પુસ્તકો ની સાધના તુરત વરદાન આપે છે જેવા અનેકો હદયસ્પર્શી સૂત્રો પુસ્તકો વિશે વિચારે પ્રેરે છે ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સાહિત્યના વાંચન પ્રત્યે લોકોમાં રુચિ કેળવાય અને જ્ઞાનના ભંડાર સમા પુસ્તકો નો અમૂલ્ય ખજાનાનો યથાર્થ ઉપયોગ થાય તેવા આશયથી દર વર્ષે નવેમ્બર માસમાં તા૧૪ થી તા.૨૦ સુધી રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ની ઉજવણી કરાય છે વાંચનપ્રવૃત્તિને પોષક અને સંવર્ધક બને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જો બ્રહ્માએ લેખન કાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણે લોકમાં શુભ ગતિ પ્રાપ્ત થઈ ન હોત ભારતીય લેખનકળાને વિશ્વની સૌથી પ્રાચીન લેખનકળા માનવામાં આવે છે આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે ઋગ્વેદને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે હજારો વર્ષના આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં વેદ ઉપનિષદો સ્મૃતિઓ અને પુરાણો ઉપરાંત બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત જેવો અમૂલ્ય વારસો અને મહાકવિ કાલિદાસ ભવભૂતિ બાણ ભારવી ભાસ શૂદ્રક જેવા પ્રાચીન સાહિત્યકારો અને અર્વાચીન યુગના મહાન સાહિત્યકારો સહિત વિવિધ ક્ષેત્રમાં સતત નવાં પ્રકાશનો બહાર પડતાં જ રહે છે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે સ્વામી રામતીર્થ કહે છે કે તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે અરબી ભાષામાં કહેવત છે કે પુસ્તક એ તો ખિસ્સામાં રાખેલો બગીચો છે રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ધનબળ શક્તિબળ આયુષ્યબળ એ સૌ બળો કરતાં ગ્રંથબળ સામાન્ય બળ નથી સિસરોએ લખ્યું છે કે વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે ગુજરાતી ભાષાના લેખિકા વિનોદિની નીલકંઠે તો એવું શમણું જોયું છે કે મારું એક સ્વપ્ર છે કે દીકરી પરણે ત્યારે તેને કબાટ ભરીને પુસ્તકો અપાય આજની કિશોરીઓ એવી માંગણી કરે કે મને કંઈક આપવું જ હોય તો સરસ ચોપડીઓ આપજો દાયજા તરીકે કે પછી વરપક્ષ તરફથી મળનારા પલ્લામાં પણ પુસ્તકો મળે એવું જ્યારે કન્યાઓ ઇચ્છશે ત્યારે આપણા સમાજની ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકલી જશે એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતી ત્યારે મહારાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ ગ્રંથની સવારી કાઢી હતી અને વાંચન તેમજ પુસ્તકાલયના ગૌરવને વધાર્યું હતું ૧૯ મી સદીમાં ઇંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તકના ત્રણ પ્રાંત કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં પણ આ પ્રવૃત્તિ શરૂ થઈ અમદાવાદમાં પણ શ્રી ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના ૧૮૪૯ માં નેટિવ લાયબ્રેરીની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી અંગ્રેજોના આગમન પૂર્વે પણ પાટણ ખંભાત અમદાવાદમાં હસ્તપ્રતો લખવાનું અને સાચવવાનું કાર્ય ચાલતું હતું સ્વાતંત્ર્ય પછી ગ્રંથાલય પ્રવૃત્તિનો વિકાસ સુગ્રથિત બન્યો પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઈન્ટીગ્રેડ લાયબ્રેરી સર્વિસ ઉપર ભાર મૂકવામાં આવ્યો આ યોજનાનો લાભ તે વખતના સૌરાષ્ટ્ર રાજ્યે સારા પ્રમાણમાં લીધો અને જામનગર , રાજકોટ , ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પુસ્તકાલયો સ્થપાયાં ગાયકવાડના શાસન દરમિયાન પણ ઠેર ઠેર પુસ્તકાલયોની સ્થાપના કરીને તેની નિભાવણી માટે પણ અનુદાન આપવામાં આવતું હતું રાજ્યમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વેગ આપવા માટે ગ્રંથાલય પ્રવૃત્તિમાં રસ ધરાવતી સંસ્થાઓ કે મંડળોને માન્યતા આપી ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ માટે તેમજ ઉપયોગી પ્રકાશનો કરવા અનુદાન આપવામાં આવે છે જે પૈકી ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા અને ગુજરાત સેવા મંચ અમદાવાદ રાજ્યમાં માન્ય ગ્રંથાલય મંડળો છે ગ્રંથાલય પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્વ શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા ઍવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજના અમલમાં છે . પુસ્તક મેળા ચર્ચાસભા વાંચનઝુંબેશ અને કથાવાચનનું આયોજન કરવું સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવા . ભીંતપત્રો લખાવીને ભીંતચિત્રો દોરાવવાં પુસ્તકાલયને આબાદ બનાવવા નિરંતર શિક્ષણ કેન્દ્રમાં પુસ્તકાલય વાચનાલય પ્રવૃત્તિ રાજ્યકક્ષાની પુસ્તક પસંદગી સમિતિએ પસંદ કરેલાં પુસ્તકો રાખવાાં આવે તે ઉપરાંત આપણે પ્રયત્ન દ્વારા ગામના તેમજ બહારના લોકોનો સહયોગ મેળવીને પુસ્તકાલય સારું બનાવી શકીએ સ્થાનિક સહયોગ થી ગામના વડીલો અને ગામઆગેવાનોના સતત પરિચયમાં રહીએ ગામમાં સારાનરસા પ્રસંગોએ ભેટ સ્વરૂપે પુસ્તકો લઈએ ગામમાં ઘણાંને પુસ્તકો સામયિકો ખરીદીને વાંચવાની ટેવ હોય છે વંચાઈ ગયેલાં પુસ્તક-સામયિકો પસ્તીમાં ન જવા દઈએ તેમને સમજાવી તે કેન્દ્રમાં લઈ આવીએ પુસ્તક દાન મહાદાન સૂત્રને ગુંજતું કરવું સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લેવો ગામ આગેવાનો અને ગામલોકોની ભાગીદારી વધારવી સરઘસ અને રેલીનું આયોજન કરવું બાહ્ય સહયોગ થી વિસ્તારો એ રોજ વાંચન ની ટેવ પાડીએ પુસ્તક પ્રવૃત્તિ ના પ્રણેતા બાર્ટન ને ઇન્ડિયા લાવી પુસ્તક પ્રકાશન કરાવનાર શ્રીમંત સરકાર ગાયકવાડ કબાટો માં ત્રાસ પુસ્તકો ની ગોઠવણ એજ બાર્ટન પદ્ધતિ તેના નામ ઉપર થી પડી પુસ્તક પ્રવૃત્તિ ના પ્રણેતા જતન જાળવણી કરનાર પુસ્તકો ના પાલક ગ્રંથપાલો ને સહહદય પૂર્વક વંદન
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા