દાહોદના ખરોડની 50 વર્ષિય મહિલા સહિત બે જણાનાં મોત નિપજ્યાં

દાહોદના ખરોડની 50 વર્ષિય મહિલા સહિત બે જણાનાં મોત નિપજ્યાં
દાહોદ જિલ્લામાં અલક અલગ બે અકસ્માતની ઘટનામાં 50 વર્ષિય આધેડ મહિલા સહિત બે જણાના મોત નિપજયા હતા. દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવો પૈકી એક દાહોદ તાલુકાના ખરોડ ગામે બન્યો હતો. જેમાં રાત્રીના દશેક વાગ્યાના અરસામાં પુરઝડપે હંકારી આવતાં વાહનના ચાલકે આગળ જતી જીજે-20-એઆર-8758 નંબરની એક્ટિવાને પાછળથી જોશભેર ટક્કર મારી નાસી ગયો હતો. જેમાં એક્ટિવા ચાલક મનોજભાઈને કપાળના ભાગે, પેટના ભાગે માથામાં તેમજ પાછળ બેઠેલા દીપલબેનને માથાના ભાગે, બંને પગના પંજામાં, તથા શરીરે પીઠના ભાગે નાની- મોટી ઈજાઓ થવા પામી હતી.
50 વર્ષીય શારદાબેન માલજીભાઈ વસૈયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સંબંધે બાબુભાઇ વેલજીભાઇ બારીયાની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજો બનાવ ધાનપુર તાલુકાના હરખપુર ગામે બનવા પામ્યો હતો.
રીપોર્ટ: નિલેશ .આર. નિનામા
( દાહોદ જિલ્લા )