સીંગવડ ઝરોલામાં કુવામં પડેલી નીલ ગાયને દોરડાથી બાંધી બહાર કાઢી

સીંગવડ
ઝરોલામાં કુવામં પડેલી નીલ ગાયને દોરડાથી બાંધી બહાર કઢી હતી.
સીંગવડ તાલુકાની રણધીકપુર રેંજ ફોરેસ્ટ હદની ઝરોલા ગામે શોપિંગ સેન્ટરની પાછળના ભાગે દિવસ દરમિયાન નીલગાય કૂવામાં પડી જતાં રેન્જ ફોરેસ્ટ રણધીકપુરને જાણ કરાઇ હતી. ફોરેસ્ટ વિભાગના કર્મીઓએ રેસ્ક્યુ કરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સીંગવડ તાલુકાની રણધીકપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસના હદના ઝરોળા ગામે ખેતર માલીક જુવાનસિંહ ભાઈ સુરેશભાઈ બારીયાના કૂવા તરફ સવારના 11 વાગ્યાના અરસામાં નીલગાય જંગલમાંથી આવી રહી હતી. ભડકેલી નીલ ગાય કુવામાં પડી ગઈ હતી. જ્યારે આજુબાજુના લોકોએ કુવામાં પડેલી નીલ ગાયને જોતા તાત્કાલિક વનવિભાગ રંધિકપૂરને જાણ કરી હતી.
રીપોર્ટ: નિલેશ.આર .નિનામા
દાહોદ જિલ્લા