નાની કુકાવાવ – સાકેતધામ ના પ્રભાતેશ્વરી માતાનો ભદ્રોત્સવ ભંડારો યોજાયો…..

અમરેલી નાની કુકાવાવ – સાકેતધામ ના પ્રભાતેશ્વરી માતાનો ભદ્રોત્સવ ભંડારો યોજાયો…..
અમરેલી જીલ્લાના નાની કુકાવાવ સાકેતધામ ના મહંત શ્રી જયેન્દ્રદાસ નિરંજની ના માતુશ્રી
પ્રભાતેશ્વરી માતાજીનો ભદ્રોત્સવ ભંડારો યોજાયો,જેમા સંત દશઁન યાત્રા, ધમઁસભા સંતોનું પુજન સત્કાર કરવામાં આવેલ આ સમયે ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા, નિરંજની પરિવારના વડીલ તુલસીદાસબાપુ સહિત સંતો મહંતો અને ભક્ત ગણ ઉપસ્થિત રહ્યા..
મંત્રોચ્ચાર સાથે સનાતન ધમઁ પ્રતિક સમાન
સ્તંભ પુજન કરાયેલ, સાંજ ૫-૦૦ કલાકે સંતો દ્વારા સત્સંગ પ્રવચન, ૭-૦૦ સંધ્યા વંદન સ્તુતિ સાથે શ્રીમતિ આરતીબેન પ્રયાગરાજ કાકડીયા મહાઆરતી ઉતારેલ,રાત્રે ૮-૦૦ વાગે મહાપ્રસાદ, રાત્રે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસા ના પાઠ તેમજ સંતવાણી ની આરાધના કરવામા આવેલ, સદગુરુશરણાનુરાગી ડુંગરશીભાઇ રામજીભાઈ અને ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા,જયાબેન ડી.કાકડીયા,કુન્દનબેન બી.કાકડીયા,મેહુલભાઈ ડી. કાકડીયા તથા પારસભાઈ ડી. કાકડીયા તથા પ્રયાગરાજ બી. કાકડીયા પાણીયાદેવ વાળા તેમજ સમસ્ત (નિરંજની ફોજ)સેવક સમુદાય વિશાળ સંખ્યામાં પ.પૂ.સંત શ્રી ગોકળદાસબાપુની ચેતનાની સાનિધ્યમાં પ્રભાતેશ્વરી માતાનો ભવ્યાતિભવ્ય ભદ્રોત્સવ યોજાયો
રિપોર્ટ નટવરલાલ ભાતીયા