થરાદ પોલીસ દ્વારા દારુ ના જથ્થાને ઝડપવામાં સફળતા

થરાદ પો.સ્ટે. વિસ્તારમાંથી બોલેરો જીપ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૪૪૦ કિં.રૂ.૧,૨૩,૬૯૬/- ના સહિત કુલ રૂા.૩,૨૩,૬૯૬/-નો મુદ્દામાલ પકડી પાડતી થરાદ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા *સુ.શ્રી પૂજા યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી થરાદ વિભાગ થરાદ* તથા *શ્રી જે.બી.ચૌધરી પો.ઈન્સ. થરાદ પો.સ્ટે.* નાઓના માર્ગદર્શન હેઠળ.
💫 *અ.હેડ.કોન્સ. અશોકભાઈ તથા પો.કોન્સ. નૈપાલસિંહ તથા પો.કોન્સ. હરિસિંહ* નાઓએ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મિયાલ ગામની સીમમાં મિયાલ-ખારાખોડા રોડ ઉપર *બોલેરો જીપ ગાડી નં. GJ-08-F-1814* માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-૧૪૪૦ કિ.રૂા.૧,૨૩,૬૯૬/-ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરનાર ચાલક ઈસમ હેરાફેરી દરમિયાન નાસી ગયેલ હોય ગાડી સહિત કુલ કિ.રૂ.૩,૨૩,૬૯૬/-નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલ ઈસમ *ભેમાભાઈ રૂપાભાઈ રબારી રહે.ખોડા, તા.થરાદ* વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા ( થરાદ)