કડી ના ઊંટવા અનુપમ પ્રાથમિક શાળામાં ભવ-કુંજ મલ્ટીપર્પઝ હોલના ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભભાઈ પટેલનું સન્માન

ઊંટવા અનુપમ પ્રાથમિક શાળામાં નવ નિર્મિત ભવ-કુંજ મલ્ટીપર્પઝ હોલના ઉદ્ઘાટન પ્રસંગે કડીના ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રહલાદભાઈ પરમાર, કડી APMC ચેરમેનશ્રી રાજુભાઈ પટેલ, દાતાશ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી અશ્વિનભાઈ પટેલ અને TPEO શ્રી પુષ્પાબેન ભીલની વિશેષ ઉપસ્થિતિમાં સમસ્ત ઊંટવા ગ્રામજનો દ્વારા કેળવણી ક્ષેત્રે કડી નગરનું વિશિષ્ટ વ્યક્તિત્વ, ઊંટવા ગામના પનોતા પુત્ર, બેતાલીસ કડવા પાટીદાર સમાજનું અનોખું ગૌરવ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગરના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ.પટેલ સાહેબ ઈન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ના ડાયરેક્ટર પદે પદનામિત થતા શુભેચ્છા સન્માન યોજાયું. ઊંટવા ગ્રામ પંચાયત, શ્રી મહાકાલી યુવક મંડળ, ઊંટવા અનુપમ પ્રાથમિક શાળા તથા સમસ્ત ઊંટવા ગામના ગ્રામજનો દ્વારા માન્યવર શ્રી વલ્લભભાઈ એમ.પટેલ સાહેબની નવ નિયુક્તિ બદલ અતિ આનંદ તથા હર્ષની લાગણી સાથે અભિનંદન અર્પતા સાદર શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય (લોકાર્પણ)