કડી પોલીસને થોડમલપુરા સીમમાં દારૂ કટિંગ થતું હોવાની બાતમી મળી પણ સ્થળ પર જતાં માત્ર દારૂ ભરેલ ટ્રક જ મળી આવી

- બાતમી દારે કટિંગ ચાલુ હોવાની બાતમી આપી હતી
- રેડ દરમિયાન એક પણ આરોપી ના મળી આવ્યો
- પોલીસે કુલ 18,45,636 નો મુદ્દામાલ ઝપ્ત કર્યી
કડી તાલુકા પોલીસે બાતમી આધારે થોડમલપુરા ગામની સીમમાંથી વિદેશી દારૂ નું કટિંગ થતું હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ મારી હતી જોકે પોલીસે રેડ દરમિયાન કોઈ આરોપી ના મળી આવતા માત્ર મુદ્દામાલ જ હાથ લાગ્યો હતો હાલમાં પોલીસે 8 લાખથી વધુની કિંમત નો વિદેશી દારૂ ઝપ્ત કર્યી છે. કડી તાલુકા અને શહેર માં અનેક વિસ્તારો માં મોટા પ્રમાણે માં વિદેશી દારૂનું વેચાણ ધમધોકાટ ચાલી રહ્યું છે ત્યારે વધુ એક વિદેશી દારૂ નું કટિંગ થતી જગ્યા પર પોલીસે રેડ મારી વિદેશી દારૂ ઝડપયો છે.
કડી તાલુકામાં આવેલ થોડમલપુરા ગામની સીમમાં ઈસમ પોતાના તબેલા માં આવેલી ઓરડી માં ટ્રક માંથી દારૂ ઉતારી રહ્યા ની બાતમી કડી પોલીસ ને મળી હતી. કડી પોલીસે RJ15GA0586 નમ્બર ની ટ્રક જેની કિંમત 10 લાખ અને 6.092 વિદેશી દારૂની બોટલો જેમી કિંમત 8 લાખ 45 હજાર 636 મળી કુલ 18 લાખ 45 હજાર 636 નો મુદ્દામાલ ઝપ્ત કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય (લોકાર્પણ)