કડી સ્વાગત સોસાયટીમાં એકતા મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ કાર્યક્રમ

કડી સ્વાગત સોસાયટીમાં યોજાયેલ તુલસી વિવાહ કાર્યક્રમમાં સવારે મંડપ મુહૂર્ત,ગ્રહશાંતિ,ગણેશસ્થાપન મામેરું જેવા અન્ય કાર્યક્રમો પણ રાખેલ હતા. એકતા મિત્ર મંડળ દ્વારા સ્વાગત સોસાયટીમાં રંગેચંગે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમ્રતભાઈ પટેલ અને કાળુભાઈ પટેલ તુલસી વિવાહના મુખ્ય યજમાન તરીકે રહ્યાં હતાં. તુલસી વિવાહ કાર્યક્રમમાં સોસાયટીના દરેક લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન સમગ્ર એકતા મિત્ર મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય (લોકાર્પણ)