કડી રાજા કોટન ફેકટરીના માલિક સાથે રાજસ્થાનના ચાર ઈસમોએ લાખોની ઠગાઈ કરી

- રાજસ્થાનનો દલાલ સહિત 3 ઈસમોએ 10 લાખની ઠગાઈ કરી
- કપાસિયાનો માલ ખરીદ્યા પછી વેપારી ને રકમ ચૂકતે ના કરી
કડી નંદાસણ રોડ પર આવેલ રાજા કોટન લીનટર્સ નામની ફેક્ટરી માં કોટન ઉત્પાદન અને મિલમાં ડીલેડીંગ કપાસિયાનો ઉત્પાદન ની કામગીરી ચાલે છે જે કંપનીમાં એક વર્ષ પહેલાં રાજસ્થાન ના એક દલાલ સહિત અન્ય ત્રણ ઈસમો એ વેપારી નો વિશ્વાસ કેળવી કપાસિયા નો માલ ખરીદ્યા બાદ રકમ ચૂકતે ના કરતા 10 લાખ ની ઠગાઇ આચરી હોવાની ઘટના પ્રકાસ માં આવી છે. રાજા ઈન્ડસ્ટ્રીઝ માં અનેક વેપારી કપાસિયા ના માલ સમાન ખરીદવા આવતા જતા હોય છે ત્યારે રાજા ઇન્સ્ટ્રીઝ માં રામકૃષ્ણ બ્રોકર્સ એજન્સી નો રાજસ્થાન નો ગૌરીશંકર નામનો દલાલ પાંચ વર્ષથી આવી તેના દ્વારા માલ વેચાણ કરતો હતો જેથી રાજા ઈન્ડસ્ટ્રીઝ સાથે સારો એવો વિશ્વાસ આ દલાલે કેળવ્યો હતો જેમાં 4 ફેબ્રુઆરી 2020 દરમિયાન દલાલ ગૌરીશંકર પોતાની સાથે રાજસ્થાન ના અન્ય ત્રણ ઈસમો ને સાથે લાવ્યો હતો.
જેમાં ત્રણ ઈસમો ને જયપુર ના વેપારી બતાવી તેઓને કપાસિયા ની ખરીદી કરવી હોવાની વાત વેપારી ને કરી હતી બાદમાં દલાલ ગૌરીશંકર પર વિશ્વાસ મૂકી ફરિયાદી વેપારી એ પ્રથમ માં બાકી રકમ રાખી જયપુર થી આવેલા ઈસમો ને પ્રથમ વાર 4 લાખ 32 હજાર 044 નો માલ આપ્યો હતો ત્યારે આમ કુલ ત્રણ વાર દલાલે ફરિયાદી વેપારી પાસે અલગ અલગ સમયે અલગ અલગ કિંમત ની માલ મંગાવ્યા બાદ કુલ 12 લાખ 10 હાજર 803 જેટલી રકમ ફરિયાદી વેપારી ને લેવાની નીકળતા તેઓએ ઉઘરાણી કરી હતી. બાદમાં આરોપી દલાલ ગૌરીશંકર સાથે આવેલા ત્રણ ઇઅમોએ આર.ટી.જી.એસ મારફતે 1 લાખ 50 હજાર કડી ના વેપારી ને મોકલી આપ્યા હતા અને બાકી રહેલા 10 લાખ જેટલી રકમ થોડા દિવસ માં આપવાનો વાયદો કર્યો હતો.
બાદમાં કડી ના વેપારી એ બાકી રહેલા 10 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા દલાલ ગૌરીશંકર એ બહાના બાજી શરૂ કરી દીધી હતી આખરે કડી ના વેપારીએ દલાલ ગૌરીશંકર સાથે રૂબરૂ મુલાકાત કરી ત્યારે ગૌરીશંકર એ ફરિયાદી ને કહેલ કે તમારાથી થાય એમ કરી લો તમને ફૂટી કોળી નહિ મળે તેમ કહી વેપારી સાથે ગેરવર્તન કર્યું હતું. જેથી કડી ના વેપારી એ ચારે આરોપી આશિષ નટવરલાલ,સંયમ નટવરલાલ, નટવરલાલ શંકરલાલ, ગૌરીશંકર રામ કૃષ્ણા એજન્સીના માલિક સામે કડી પોલીસ મથક માં છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય (લોકાર્પણ)