તલાક…તલાક…તલાક અરવલ્લી માં ટ્રિપલ તલાકનો સૌપ્રથમ ગુન્હો નોંધાયો :
અરવલ્લીમાં ટ્રિપલ તલાકનો સૌપ્રથમ ગુન્હો નોંધાયો : મોડાસાના યુવકે તેની પત્નીને તલાક…તલાક…તલાક કહી દેતા મહિલાની પોલીસ ફરિયાદ
ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા પછી અરવલ્લી જીલ્લામાં સૌપ્રથમ વાર ટ્રિપલ તલાક હેઠળ મુસ્લિમ મહિલાએ તેના પતિ અને પરિવારજનો સામે ગુન્હો નોંધાવ્યા હતો મોડાસાની મહિલાને તેનો પતિ અન્ય મહિલા સાથે આડો સબંધ ધરાવતો હોવાની સાથે તેનો પતિ અને સાસુ સસરા તેમજ દિયર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની સાથે મહિલા અને તેના પિયરપક્ષની મંજૂરી વગર ત્રણ વાર તલાક બોલી તલાક આપી દેતા મહિલાએ તેના પતિ અને સાસરિયા સહીત અને એક યુવતી સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા શહેરમાં રહેતા મિસબાબેન મલેકના સામાજીક રીત રિવાજ મુજબ મોહમ્મદ સહેજાન સાબીરહુસેન મીરજા સાથે લગ્ન થયા હતા મિસબાબેન મલેક લગ્ન કરી તે સાસરીમાં પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ગઈ હતી.શરૃઆતમાં એકાદ વરસ સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી ત્યાર પછી તેનો પતિ અને સાસુ સસરા તેમજ દિયરે મહિલાને દહેજ અંગે અને મહિલાના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી માનસિક અને શારીરિક ત્રાસ આપી મહિલાને કાઢી મૂકી હતી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી મહિલાના પતિ સહેજાન મિર્જાએ મહિલાને ત્રણ વખત તલાક તલાક તલાક બોલી છૂટાછેડા આપી દેતા અને અન્ય મહિલા સાથે સગાઇ કરી લેતા મહિલા ચોંકી ઉઠી હતી ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રિપલ તલાકના કાયદા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા