જામનગર: દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણીના મુદ્દે તિક્ષ્ણ હથિયારોથી ત્રણ વ્યક્તિ પર હુમલો

જામનગર શહેરમાં જુની લેતી-દેતીના રૂપિયા 8 લાખ માંગતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીએ તલવાર, છરી જેવા હથિયારો સાથે હુમલો કરીને 3 વ્યક્તિ પર હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ-58 કૃષ્ણ કોલોની શેરીનં-5, પરાગ એપાર્ટમેન્ટમાં રહેતાં દિપકભાઈ ઉર્ફે દીપો ગોવિંદભાઈ ખીંચડા (ઉ. 1.37) નામના યુવક પાસે આરોપી ભાવેશ ભદ્રા નામનો શખસ જુની લેતી-દેતીના રૂ.8 લાખ માંગતો હોય, જે બાબતનો ખાર રાખીને ગત તા. ર8ના રોજ યુવક દિપકભાઈ તેમજ બે સાહેદો દિગ્વિજય પ્લોટ-58, કેળાની વખાર પાસે બેઠા હતાં.
આ દરમ્યાન આરોપીઓ ભાવેશ ભદ્રા, પરાગ ભદ્રા, કેતન ભદ્રા નામના શખસો કાર અને બાઈકમાં તલવાર, છરી જેવા હથિયારો સાથે આવી પહોચ્યા હતાં અને હુમલો કરીને ત્રણેયને શરીરે ઈજા પહોચાડી હતી અને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ત્રણ યુવકોએ આઠ લાખની લેતી દેતીનો ખાર રાખીને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી હૂમલો કર્યો હતો.